અરવલ્લી પોલીસે એક મહિનામાં ૮૭૫ વાહનો ડીટેઇન કર્યા

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જિલ્લામાં જુન મહિનામાં આઠસો પંચોત્તેર વાહનને પોલિસે ડિટેઇન કર્યા છે, કોરોના વાઈરનસની મહામારીને લઇને બીજી લહેરમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના કર્ફ્યુ અમલી હતો આ સમય દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા વાહન ચાલકોને, અટકાવી દંડ કરવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા સમગ્ર જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા સાતસો કરતા વધારે વાહનોને જૂન મહિનામાં ડિટેઇન કરીને,, દંડ વસૂલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સૌથી વધારે ૧૯૦ વાહનો ભિલોડા પોલિસ દ્વારા ડિટેઇન કરાયા છે.તો ૧૫૪ વાહન મોડાસા ટાઉન પોલિસે ડિટેઇન કર્યા છે,
જ્યારે મોડાસા ગ્રામ્ય પોલિસે ૯૪, ઇસરી પોલિસે-૧૪ , મેઘરજ પોલિસે-૬૦, માલપુર પોલિસે-૭૭, ધનસુરા પોલીસે-૬૪, બાયડ પોલિસે-૫૪,આંબલિયારા પોલિસે-૩૫, સાઠંબા પોલિસે-૪, જ્યારે શામળાજી પોલેસ-૧૨૯ વાહનો એક જ મહિનામાં ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે