અરવલ્લી પોલીસે વધુ ત્રણ કારમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસે જીલ્લાના માર્ગો પર નાકાબંધી અને પેટ્રોલીંગ કરી વિદેશી દારૂની ખેપને નિષ્ફળ બનાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્રની શખ્ત કાર્યવાહી છતાં બુટલેગરો સતત અવનવા કીમિયા અપનાવી વિવિધ વાહનો મારફતે દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે શામળાજી પોલીસે સ્વીફ્ટ કારમાંથી ૮૦ હજારથી વધુનો તેમજ ઇસરી પોલીસે ઇકો કારમાંથી ૧.૪૪ લાખ અને એસેન્ટ કારમાંથી ૩૯ હજારથી વધુનો દારૂ ઝડપી લઈ ત્રણ બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-૬૬ મળી આવતા કાર ચાલક બુટલેગર ભાવનગરના કૃષ્ણરાજસિંહ વિજયસિંહ જાડેજાને દબોચી લઇ રૂ.૩૮૩૬૧૦/- નો મુદ્દામાલ જપ્ત કરી રાજ્સ્થાન ઉદેપુરના ભુપેન્દ્રસિંહ ચૌહાણ અને ઠેકાવાળા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઇસરી પીઆઈ વી.વી પટેલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે તરકવાડા ત્રણ રસ્તા નજીક ઇકો કારમાંથી વિદેશી દારૂ,બીયર ટીન-ક્વાંટરીયા નંગ-૧૦૫૬ કીં.રૂ.૧.૪૪ લાખનો જથ્થો જપ્ત કરી ઇકો કારમાં દારૂની ખેપ મારી રહેલા ડુંગરપુરના માલમાથા ગામના કાર ચાલક કાંતિ કમલેશ હોતાને ઝડપી પાડી કુલ.રૂ.૪૪૪૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ બ્રાહ્મણકોટડા ગામ નજીક એસેન્ટ કારમાંથી રૂ. ૩૯૬૫૦/- ઝડપી પાડી કારચાલક બુટલેગર ડુંગરપુર માંડવાના ગોવિંદ લાલુરામ કટારા ને દબોચી લઇ કુલ.રૂ.૩૯૨૬૫૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી