Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસ સંકટ સમયમાં ભૂખ્યા લોકો માટે બની અન્નદાતા

કાયદાની અમલવારી સાથે સંવેદનશિલ ખાખી ફૂડ પેકેટ વહેંચ્યા  

કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. જનતા કર્ફ્યૂ હોય કે પછી લૉકડાઉનની પરિસ્થિતિ અરવલ્લી પોલીસ હંમેશા લોકોની સેવામાં તૈયાર હોય છે.ગુજરાતમાં કોરોના વાયરસ પોઝેટીવ કેસોની સંખ્યા વધતાની સાથે સ્થિતિ લોકોમાં ભય છવાયો છે લોકો લોકડાઉનની સ્થિતિમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે બીજીબાજુ રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે.ત્યારે અરવલ્લી પોલીસે મોડાસા શહેરમાં જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટનું વહેંચણી કરવામાં આવી હતી પોલીસતંત્રી કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી સામે આવી હતી.

અરવલ્લી પોલીસતંત્રે લોકડાઉનની અમલવારી માટે ભારે પરસેવો પાડી રહી છે મોડાસા શહેરના ચાર રસ્તા સહીત તમામ પ્રવેશદ્વારોએ બેરિકેડ ગોઠવી બેરીકેટ લગાવી વાહનચાલકોને અટકાવ્યા હતા પોલીસે વાહનચાલકો સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર વાહનચાલકોને સમજ આપી હતી તેમ છતાં ન માનતા ડંડાની ભાષામાં પણ કેટલાક વાહનચાલકોને સમજાવવાની ફરજ પડી હતી એકબાજુ કડક છબી ધરાવતી પોલીસે સંવેદનશીલતા દર્શન કરાવ્યા હતા મોડાસા શહેરમાં રસ્તાઓ પર રહેતાં અને મજૂરી કામ કરતાં અને નિસહાય લોકો ભૂખ્યા ના રહે અને લોકોને ભોજન મળી રહે તેવો ઉદ્દેશ સાથે લોકને આ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું.રસ્તામાંથી પસાર થતા શ્રમિકો અને પગપાળા વતન તરફ વાટ ભણેલ પદયાત્રીઓને પણ ફૂડ પેકેટ આપી સરાહનીય કાર્ય કર્યું હતું

          સંકટના આ સમયમાં પોલીસતંત્ર જાતે ભૂખ્યા, તરસ્યા રહી ખડેપગે લોકોના રક્ષણની કામગીરી તો કરી રહી છે સાથે સાથે માનવીય અભિગમ પણ જોવા મળી રહ્યો છે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.