Western Times News

Gujarati News

અરવલ્લી : પ્રાથમીક શાળાઓના કેમ્પસ બાળકોના કિલ્લોલથી ગૂંજ્યા, શિક્ષકોએ આવકાર્યા 

કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા રાજ્ય સરકાર તબક્કાવાર પ્રત્યક્ષ શિક્ષણ માટે ધો.૯ થી ૧૨ અને કોલેજ શરૂ કર્યા બાદ ગુરુવારથી રાજ્યમાં પ્રાથમીક શાળાઓમાં ધોરણ-૬ થી ૮ ના માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે પ્રાથમીક શિક્ષણ વિભાગે વાલીઓની સંમતિ લઇ શાળાઓમાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે

અરવલ્લી જીલ્લાની પ્રાથમીક શાળાઓના સંકુલ ૩૨૦  દિવસ  પછી બાળકોના અવાજ થી ગુંજી ઉઠ્યા હતા કેટલાક વાલીઓએ બાળકોને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે. જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષકોએ વાજતે-ગાજતે અને ફૂલ આપી આવકાર્યા હતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી સ્મીતાબેન પટેલના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે ૨૮૬૧૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

૧૧ મહિના બાદ આખરે શિક્ષણ વિભાગે પ્રાયમરી શિક્ષણના ધોરણ
૬ થી ૮ ના વર્ગો પણ શરૂ કર્યા છે.૧૧મહિનાથી શાળામાં અભ્યાસથી દૂર રહેલા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

અરવલ્લી જીલ્લામાં ધો.૬ થી ૮ ના વર્ગો ધરાવતી ૫૮૮ પ્રાથમીક શાળાઓમાં બાળકો પહોંચતા શિક્ષકોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો અને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

શાળાઓમાં કોવીડ-૧૯ ની સરકારી ગાઈડલાઈન મુજબ થર્મલ સ્ક્રીનીંગ કરી માસ્ક સાથે બાળકોને પ્રવેશ આપ્યો હતો બાળકોને માસ્કનું વિતરણ પણ કરી સૅનેટાઇઝરની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે જીલ્લામાં કેટલાક વાલીઓ અઠવાડિયા બાદ નિર્ણય લેશે અથવા માર્ચની શરૂઆતમાં બાળકોને શાળાએ મોકલે તેવું હાલના સંજોગો પરથી લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.