અરવલ્લી બિનસચિવાલયનું પેપર રદ થતા વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર
બિનસચિવાલય નું પેપર રદ થતા વિદ્યાર્થીઓએ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.સરકાર તરફથી આ પરીક્ષા માં હવે ગ્રેજ્યુએટ વિધાર્થીઓ જ પરીક્ષા આપી શકશે એ નિર્ણય ને બદલે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવા દેવામાં આવે આ માંગણી સાથે અરવલ્લી જિલ્લાના વિધાર્થીઓ ધ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બધાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવે જેથી બધા વિધાર્થીઓના હિત જળવાઇ રહે એમ સરકાર નિર્ણય લે એવી માંગણી કરવામાં આવી હતી. સરકાર ના સ્નાતક વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે એ નિર્ણય ને આને બદલે જુના નિયમ મુજબ પરીક્ષા યોજાય તેવી માંગણી વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવી હતી.આ સહિત વિવિધ માંગણીઓ ને લઈ અરવલ્લી જિલ્લા ના વિધાર્થીઓ ધ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.