અરવલ્લી :લોકડાઉનથી આધારકાર્ડ કાઢવાનું બંધ તો કરાયું ,કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજો ખુલ્લામાં ધૂળ ખાઈ રહ્યા છે

અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે.ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા નજરે પડયા હતા. આધાર રીસિપટમાં અરજદારોના નામ,નોંધણી નંબર સહિતની માહિતી જોવા મળી હતી.આધારનું કામ કરતી જે તે એજન્સીની ઘરો બેદરકારી ના પુરાવા સામે આવતાં જિલ્લા વહીવટી તંત્ર ની પોલ ખુલી ગઈ હતી.

અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી માટે કલેકટર કચેરી ખાતે અલગ ટેબલ આપી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જે તે એજન્સીને સોંપાઈ હતી.પરંતુ હાલ કોરોના ની મહામારીને લઈ જયાર થી લોકડાઉન આપવામાં આવ્યું ત્યાર થી આધારકાર્ડ ની કામગીરી બંધ કરાઈ હતી.પરંતુ કલેકટર કચેરી માં આધારકાર્ડ ના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા જોવા મળ્યા હતા.આધારનું કામ કરતી એજન્સીની બેદરકારી થી લોકોની આધાર રીસિપ્ટ માં અરજદારોના નામ,નોંધણી નંબર સહિતની માહિતના કાગળ ખુલ્લામાં ટેબલ ઉપર પડી રહેતા વહીવટી તંત્રની વધુ એક બેદરકારી સામે આવી હતી.