અરવલ્લી વન વિભાગે લાકડાની તસ્કરી કરતા બે ટ્રેક્ટર ઝડપાયા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકામાં આજરોજ પરિક્ષેત્ર વન અધિકારી મોડાસા તેમજ મોડાસા રેન્જ ના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાઉન્ડ પેટ્રોલિંગ હતા તે સમયે એક લાકડા ભરેલું ટ્રેક્ટર પસાર થતા વન વિભાગની ટીમ દ્વારા તેને રોકવામાં આવતા તેની પાસે કોઈ પણ જાતનો જરૂરી પરવાનો મળી ન આવતા
વનવિભાગ દ્વારા પંચરવ લાકડા ભરેલા બે ટ્રેકટર સામે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યાર સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા અધિનિયમ ૧૯૫૧ ની જાેગવાઈઓ તથા વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગરના તા. ૨૦/૧૦/૨૦૧૫ તથા
તારીખ ૬/૫/૨૦૧૭ અને ૧/૮/૨૦૧૮ મુજબના સુધારા જાહેરનામા હેઠળ ઝાડ કાપવાની સ્થળાંતર વિનિમયમાંથી વન વિસ્તાર સિવાય ખાનગી જમીન ઉપર વવાતા વૃક્ષો, જાતિઓ કુલ ૮૬ જાતો ને મુક્તિ આપેલ છે
આ આપેલ મુક્તિવાળી જાતોમાં પાસ પરમિટની જરૂર રહેતી નથી વધુમાં ૫ (પાંચ) વૃક્ષોની જાતની મંજૂરી મામલતદાર ની કચેરીએથી મેળવવાની હોય છે અને જાે આ ૫ વૃક્ષોની જાતોની મંજૂરી મેળવેલ ના હોય તો ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૪૧(૨)(બી) મુજબનો ગુનો બનતો હોય તો
આવા પાસ પરમીટ વગર ના સાધનો ની તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે છે જે મુજબ ગત રાત્રિએ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન તા. ૨૨/૨/૨૦૨૨ ના રોજ બાયડ રાઉન્ડમાં રા.ગુ.નં ૧૪/૨૦૨૧-૨૨ થી વાહતુક નો ગુનો નોંધવામાં આવેલ છે અને ભેરુંડા રાઉન્ડમાં પણ રા.ગુ. નં. ૯/૨૦૨૧- ૨૨થી વાહતુકનો ગુનો નોંધવામાં આવેલ છે
સદાય ટ્રેક્ટર માં ભરેલમાલ પ્રાથમિક તપાસ દરમિયાન માલિકી સર્વે નંબર (ખેડૂતના ખેતર )માથી કાપી ભરી લાવેલ હોય ટ્રેક્ટરના ડ્રાઈવર પાસે પાસ પરમીટ મળેલ ન હતો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે હાલ તો વનવિભાગ લાલ આંખ કરતા અંધકારમાં લાકડાની તસ્કરી કરતા તસ્કરો વનવિભાગનાં નતમસ્તકે હોય તેવું દેખાય રહ્યું છે