અરવલ્લી સબ જેલ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય : ૧૨ જેટલા વિવિધ ગુનાના આરોપીઓને વિડીયો કોન્ફરન્સ થી કોર્ટ માં રજૂ કરાયા
કોરોના કહેરના પગલે ૩૧ માર્ચ સુધી રાજ્યની તમામ કોર્ટમાં ફક્ત અરજન્ટ મેટર ઉપરજ સુનાવણી હાથ ધરશે નો રજીસ્ટ્રાર જનરલના પરિપત્ર થકી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે
અને રાજ્યની તમામ કોર્ટમાં ફક્ત અરજન્ટ મેટરો પર જ સુનાવણી હાથ ધરવામાં આવશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ શક્ય હોય તેટલું કેદીઓને વિડીયો કોન્ફરન્સ થકી હાજર કરવા તથા જેલોમાં કેદીઓની ભીડ એકત્ર ન થવા દેવી સહીત અનેક પાબંધી પરિપત્રમાં આવરી લેવામાં આવી છે અરવલ્લી જીલ્લાની મોડાસા ખાતેની સબ જેલ પ્રશાસન તંત્રે કોરોનના પગલે મહત્વનો નિર્ણય લઈ ૧૨ જેટલા કેદીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયા હતા રહેલા
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલી સબ જેલમાં જિલ્લાના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા કેદીઓને રાખવામાં આવ્યા છે સબજેલના પ્રશાસન તંત્રે કોરોનની દહેશતના પગલે હાઈ ટેક ટેક્નોલોજીના સહારે મહત્વનો નિર્ણય લઈ ૧૨ જેટલા વિવિધ ગુન્હાઓમાં જેલની સજા ભોગવી રહેલા આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા મોડાસા સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તંદુરસ્તી માટે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવી રહ્યો છે તેમજ બીમાર દર્દીઓની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે