અરવલ્લી-સાબરકાંઠા કેટલાક વિસ્તારોમાં નૈસર્ગીક કેસુડાના રંગે હોળી-ધુળેટી રમવાની પ્રથા યથાવત

રંગોનો તહેવાર એટલે હોળી-ધુળેટી,પરંતુ હવે કેમીકલવાળા રંગોનું ચલણ અને ચમક વધાવાથી પ્રાકૃતિક રંગ ઝાંખો પડી રહ્યો છે, ભગવાન શ્રીકૃષ્ણ પણ ગોપીઓ સાથે કેસૂડાના રંગથી હોળી રમતા હતા, પણ હવે તહેવારોએ પણ આધુનિક રૂપ ધારણ કરતા અને વ્યસ્તતામાં તહેવારોની ઉજવણી પણ ફીકી બની રહી છે હોળી-ધુળેટીમાં કેમિકલ વાળા રંગોએ કુદરતી રીતે બનાવતા રંગોનું સ્થાન લઈ લીધું છે ત્યારે હજુપણ જંગલ વિસ્તારો નજીક વસવાટ કરતા લોકો કેસુડાના ફૂલો એકઠા ખરી તેનો રંગ બનાવી હોળી-ધુળેટી માનવતા હોય છે હવેતો કેટલીક ધાર્મિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓ પણ કેમિકલ હોળીના બદલે કેસુડાના નૈસર્ગીક રંગે હોળી-ધુળેટી મનાવવા લોકોને અનુરોધ કરતા હોય છે ત્યારે આજે પણ કેસૂડાએ ચમક ટકાવી રાખી છે
વસંત ઋતુ માં ખાખરા વૃક્ષ અને તેની સુંદરતામાં વધારો કરતા કેસુડો અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં ખીલી ઉઠે છે અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠતા જંગલ વિસ્તારમાં લોકોએ કેસુડાના ફૂલ એકઠા કરી રંગ બનાવવા અને પ્રાકૃતિક હોળી રમવા તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે
ઝડપી યુગમાં લોકોને તૈયાર રંગ મળી જતા હોવાથી કેસૂડાનો કુદરતી રંગ ભૂલી ગયા છે, જો કે જે રંગ પ્રકૃતિએ આપણને આપ્યો છે, તે જ સાચા રંગો આપણા તહેવારોને રંગીન બનાવી શકે છે,