અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગણપતિદાદાનું વાજતે -ગાજતે સ્વાગત
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશચતુર્થી ના દિવસે ઠેર-ઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાના વાતાવરણમાં ગણપતિબાપા મોરિયાના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા દુંદાળા દેવ, વિઘ્નહર્તા ગણપતિદાદાના ભકજનો દ્વારા જાહેરસ્થળોએ,ધંધા-રોજગાર સ્થળો,શૈક્ષણિક સંસ્થાઓ અને ઘરે-ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી ભક્તિમાં લીન બની ગયા હતા બંને જિલ્લાના મુખ્ય શહેરમાં વિવિધ ગણપતિ મંડળ દ્વારા ૧૦ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રાવણ મહિના માં ભક્તો શિવભક્તિમય બન્યા હતા હવે ગણેશભક્તિ નો પ્રારંભ થતા વાતાવરણ ભક્તિમય બન્યું છે. છેલ્લા ચાર વર્ષથી ૧૨ વર્ષનો ક્રિશ માટીના ધરે ગણેશ બનાવી સ્થાપના કરેછે અને પરિયાવર્ણ ને ધ્યાને રાખી ઘરેજ ગણપતિનું વિસર્જન કરે છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગણેશમહોત્સવ અને ગણેશ સ્થપાનાની ઉજવણી ઉમંગભેર કરવામાટે ગણેશજીના ભક્તોએ મહિના અગાઉથી તૈયારીઓ હાથધરી સોમવારે ગણેશચતુર્થીના દિવસે બેન્ડ અને ડી.જે. ના તાલે ઠેર-ઠેર સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા,માલપુર, મેઘરજ, બાયડ, ભિલોડા, ધનસુરાસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઇડર સહીત બંને જિલ્લાના ગ્રામ્યવિસ્તારો માં વિવિધ યુવક મંડળો દ્વારા દુંદાળાદેવ ગણપતિ દાદાની મૂર્તિનું રંગે ચંગે સ્થાપન કરતા વાતાવરણ ગણેશમય બની ગયું હતું મોડાસા તાલુકાના મેઢાસણ ગામે આવેલા રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ દાદાના મંદિર ગણેશચતુર્થી નીમિતે વિઘ્નહર્તા ગણપતિદાદા ના દર્શનાર્થે ભક્તો વહેલી સવારથીજ ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું અને મંદિરનજીક પરંપરાગત રીતે ભારત લોકમેળામાં લોકોએ લુપ્ત ઉઠાવ્યો હતો.
બંને જિલ્લાના યુવક મંડળો દ્વારા ગણેશમહોત્સવ ને યાદગાર બનાવવા રાત્રી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરમાં રામપાર્ક યુવક મંડળ, મેઘરજ રોડ પર યુથ જંકશન, સાંઈ ગ્રુપ, ભોઈવાડા, અમરદીપ, કડીયાવાડા, નાલંદા-૨, બાળકદાસજી મંદિર યુવક મંડળ અને ડીપ વિસ્તારમાં આવેલા મનોકામના ગણપતિ મંદિર દ્વારા ભગવાન વિનાયક ની ઈકો ફ્રેન્ડલી મૂર્તિએ શોભાયાત્રામાં અનેરું આકર્ષણ જણાવ્યું હતું.*