અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : પરીક્ષાર્થીઓને કુમકુમ તિલકનો આવકાર
આજથી સમગ્ર રાજયમાં રાજય શિક્ષણ બોર્ડ યોજીત ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થતા દેશમાં કોરોનો વાયરસનો ભય પ્રસર્યો છે.ત્યારે આજથી યોજાઈ રહેલી બોર્ડ પરીક્ષાઓને લઈ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ હરક્તમાં આવ્યો છે.દરેક પરીક્ષાકેન્દ્ર પર આરોગ્ય વિભાગ ટીમ તૈનાત કરી દીધી છે અને વાઈરલ ઇન્ફેક્શન કે જરૂરી લાગે તેવા પરીક્ષાર્થીઓનું સ્ક્રીનિંગ અને માસ્કનું વિતરણ પણ કરવામાં આવેશે
અરવલ્લી જિલ્લાના 41 કેન્દ્રો ખાતે ની 107 બીલ્ડીંગમાં યોજાનાર આ ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં 34 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે પરીક્ષા ના પ્રથમ દિવસે પરીક્ષા સ્થળોએ પરીક્ષાર્થીઓને જીલ્લા કલેક્ટર એમ.ઔરંગાબાદકર ,જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ, નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ બિપિન શાહ, નિલેશ જોશી,આચાર્ય રાકેશ મહેતા,સેવાકીય સંસ્થાઓ, કોર્પોરેટરોએ કુમકુમ તિલક કરી મોં ગળ્યું કરાવી સફળ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .જિલ્લા પોલીસ દ્વારા પરીક્ષા સ્થળોએ સુરક્ષા અને ટ્રાફિક નિયમન ની કામગીરી હાથ ધરી હતી
રાજયના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10(ન્યુ એસએસી)અને ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા-2020 નો આરંભ થયો હતો વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકીર્દીમાટે અગત્યની બની રહેનાર આ મહત્વની પરીક્ષાને લઈ અરવલ્લી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં તમામ પરીક્ષા સ્થળોએ સીસીટીવી કેમેરા થી માંડી જરૂરી બંદોબસ્ત તેમજ પાણી,વિજળી ની સુવિધા ઓને લઈ સમીક્ષા હાથ ધરાઈ હતી.
જિલ્લા તંત્ર દ્વારા આ બોર્ડ પરીક્ષાને લઈ પોલીસ, આરોગ્ય, વિજળી અને એસટી વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળોએ વિભાગ સંલગ્ન જરૂરી સેવાઓ ઉપલબ્ધ રહે અને જિલ્લામાં કયાંય કોઈપણ પરીક્ષાર્થીને પરેશાની વેઠવાનો વારો ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી
જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી પટેલના જણાવ્યા અનુસાર આજે જિલ્લામાં ધો.10 અને 12 ના કુલ 41 પરીક્ષા કેનદ્રો ની 107 બીલ્ડીંગો ના 1378 બ્લોકમાં 34730 પરીક્ષાર્થીઓ શાંતી અને સલામતી ભર્યા માહોલમાં સ્વસ્થ મને પરીક્ષા આપી શકે તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.અને આજે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીંઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.કૌશલ પટેલ ના જણાવ્યા અનુસાર આજથી શરુ થયેલા ધો.૧૦ અને ધો.૧૨ ની યોજાયેલ પરીક્ષા સ્થળો એ આરોગ્ય ની ટીમો તૈનાત કરવામાં આવી છે પરીક્ષાર્થીઓની આરોગ્ય વિષયક ચકાસણી કરાશે અને જરૂર જણાય પરીક્ષાર્થીને માસ્ક પૂરા પડાશે.