અરવલ્લી-સાબરકાંઠા માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

File
(પ્રતિનિધિ) બાયડ, દક્ષિણ મધ્ય પ્રદેશમાં લૉ-પ્રેશર સરક્યુલેશનના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી-સાબરકાંઠામાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરતા અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો વરસાદી માહોલ થી ખેતરમાં ઉભી ખેતીમાં રોગચાળો અને કોહવાઈ જવાની ભીતી પેદા થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું
રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ સાથે થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
ત્યારે ગુરુવારે બપોર બાદ જીલ્લાના મોડાસા પંથક સહીત અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો મોડાસા શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જોવા મળ્યું હતું .