અરવલ્લી સામાજિક સમરસતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સામાજીક સમરસતા મંચ અરવલ્લીના સંયોજક ચંદ્રકાન્તભાઈ પટેલની આગેવાનીમાં મંચના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે,મોડાસા તાલુકાના સાયરા (અમરાપુર) ગામની અનુ.જાતિ સમાજની યુવતીનું અપહરણ થયા પછી ગામ નજીક વડના ઝાડ સાથે યુવતીની લટકતી લાશ મળી આવતા હૈદરાબાદની હિંમતની જેમ ગુજરાતના ગૌરવને વધારવા માટે યુવતીના હત્યારાઓને તાત્કાલીક ઝડપીને ઝડપથી ફાંસીના માંચડે લટકાવી મૃતકને સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવે અને પિડીતા અને તેના પરિવારને સાચો ન્યાય મળે તેવી માગણી કરી હતી.