અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ ને “વાંચે ગુજરાત” માં એવોર્ડ એનાયત
ભિલોડા: ખેડા જિલ્લામાં આજે “ વાંચે ગુજરાત “ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ માં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ , ગુજરાત સમાચારના પ્રસિદ્ધ સન્માનનીય લેખક પરાજિત પટેલ, જાણીતા આયુર્વેદ તજજ્ઞ શશીનાથ ઝા સાહેબ , સાહિત્યકાર સતિષભાઇ દેસાઈ તથા જાણીતા સાહિત્યકાર માનનીય ડો. દિપક કાશીપુરીયાની હાજરીમાં “ સમરસતા થકી જાતિવાદ મુક્ત નવા ભારતના નિર્માણમાં સહાયક કામગીરી બદલ “ અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ ને ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિધ્ધ સાહિત્યકારોની હાજરીમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.