અરવલ્લી DDOએ બે તલાટીને સસ્પેન્ડ કરતાં ગેરરીતિ આચરનાર તલાટીઓમાં ફફડાટ

મોડાસાના ડુઘરવાડા ગામના અને મેઘરજના મોટી મોયડીના તલાટી સસ્પેન્ડ
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા વિકાસ અધકારી ર્ડો.અનીલ ધામેલીયા જીલ્લામાં વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચારને અટકાવવા સતત થઈ રહેલા વિકાસના કામોના સ્થળ મુલાકાત લઈ રહ્યા છે મોડાસા તાલુકાના ડુઘરવાડા ગ્રામ પંચાયતના તલાટી હાર્દિક મનોજ કુમાર ભટ્ટ અને મેઘરજ તાલુકાના મોટી મોયડી ગ્રામ પંચાયતના તલાટી એસ.એસ.ખરાડી ફરજમાં મનમાની અને બેદરકારી દાખવતા હોવાની ફરિયાદો ઉઠતા જેના પગલે જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપતા બંને તલાટી ફરજમાં કસુઆર જણાતા બંને તલાટીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા તાલુકાના ડુઘરવાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હાર્દિક મનોજ કુમાર ભટ્ટે ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ સાગવા ગામે કૂવો ઉંડો કરવા માટે તા.૩ જૂન ૨૦૧૯ ના રોજ સામાન્ય સભામાં ઠરાવ કરી મંજૂરી મેળવવા માટે તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવતા મંજૂરી આપવામાં આવી ન હતી
તલાટીએ ૨૦ સપ્ટેમ્બર-૨૦૧૯ ના રોજ ફરીથી વહીવટી મંજૂરી માટે દરખાસ્ત મોકલી આપી હતી અને વહીવટી મંજૂરી મળે તે પહેલા તો તલાટીએ ૨૩ જુલાઈ -૨૦૧૯ માં ના રોજ વાઉચરથી રૂ.૧૪૨૦૦૦/- થી કરી દીધું હોઈ આ મામલે ફરિયાદ ઉભી થતા જીલ્લા વિકાસ અધિકારીએ નોટિસ આપી હતી અને એક માસમાં ખુલાસો કરવાની તાકીદ કરવા છતાં તલાટી કમ મંત્રી હાર્દિક મનોજ કુમાર ભટ્ટ યોગ્ય ખુલાસો કરવામાં નિષ્ફળ રહેતા તલાટીને સસ્પેન્ડ કરી દીધા હતા