અરવલ્લી DDOની માલપુરના ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત
મોડાસા, અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાંટો માંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો સતત ઉઠી રહી છે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ ખુદ કોન્ટ્રાકટર બની બેઠા છે
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. અનિલ ધામેલીયા વરસતા વરસાદમાં માલપુર તાલુકાના વાવડી અને માલજીના પહાડીયા ગામે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાનમાં પંચાયત માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ ગ્રાન્ટ માંથી થયેલા જાહેર વિકાસ ના કામો ની ફાઈલો અગાઉ થી મંગાવી લઈ ને ઓચિંતી મુલાકાત લીધી હતી વિકાસની ગ્રાન્ટમાંથી બનેલ આંગણવાડી, આરસીસી રોડ, હવાડા, બોર-મોટર, પ્રાથમિક શાળાના ઓરડા સહીત વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી હાલમાં ચાલી રહેલા વિકાસના કામોની ગુણવત્તા ચકાસણી કરી અગાઉના ત્રણ વર્ષોમાં થયેલા વિકાસ કામોની તપાસ હાથધરી હતી ભ્રષ્ટાચાર વિના કામો થાય તે માટે કોઈપણ પ્રકાર ની જાણકારી આપ્યા વિના ગામડામાં મુલાકાતે જતા ગ્રામીણ જનતા માં આનંદ છવાયો
જિલ્લા ના કેટલાય ગામો માં આજે સરકારી દફતેર બોલતા વીકાસ ના કામો વાસ્તવિક નથી ત્યારે એક કહેવત મુજબ “નવા નવા આવ્યા અને નવ દિવસ પછી હોતી હૈ ને ચાલતી હૈ ની કહેવત સાર્થક નહિ થાય તે હવે આવનાર સમય બતાવશે પણ હાલ માં અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી ના આવ્યા પછી બહુમળી બિલ્ડીંગ ની ઓફીસો માં સોપો પડી ગયો છે
બહુમાળી ભવનમાં માં સીસીટીવી થી સજ્જ છે પરંતુ મોટા ભાગની કચેરીઓમાં સીસીટીવી બંધ હાલતમાં રહેતા હોય છે જીલ્લા સેવાસદનમાં સીસીટીવી કેમેરા ની નજર રહે તો જમીનો એન. એ . કરાવવી અને જમીન, મહેસુલી તેમજ ખાણ ખનીજ ની રોયલ્ટી ચોરીઓ ના કામો કરાવી આપવા માટે ફરતા દલાલો અને એજન્ટો જે કર્મચારીઓ અને અધિકારીઓના નામે મોટી રકમો પડાવી કામો કરાવી આપવા માટે ફરે છે તેવી ચોક્કસ ગેંગનો પર્દાફાશ થાય તો ભ્રષટાચાર અટકાવી શકાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.