Western Times News

Gujarati News

અરવલ્લી LCBએ ઝડપેલ દારૂ ભરેલ ટ્રકમાંથી જ પોલીસ કર્મચારીઓ કારમાં દારૂ વેચવા નીકળ્યા

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની ભાઈબંધી જગજાહેર છે જીલ્લાના માર્ગો પરથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોવાથી સતત વિદેશી દારૂ ઝડપવાની ઘટનાઓ બનતી રહે છે.

પોલીસે ઝડપેલ દારૂમાંથી બરોબર સગેવગે કરવામાં આવતો હોવાની બૂમો પણ અનેક વાર ઉઠી છે ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે શુક્રવારે સવારે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો.

દારૂ ભરેલ ટ્રકમાંથી અરવલ્લી એલસીબીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ જ  કારમાં દારૂનું કટીંગ કરી કારમાં ૧.૨૦ લાખનો દારૂ ભરી સગેવગે કરી રહ્યા હતા કારનું પાયલોટીંગ વહીવટદાર કરી રહ્યો હોવાનું જાગૃત નાગરિકના ધ્યાને આવતા ચોકી ઉઠ્યો હતો,

અને દારૂ ભરેલ કારનો પીછો કરતા કાર ચાલકને જાણ થતાં ફુલસ્પીડે કાર હંકારતા કાર વાઘોડીયા નજીક પલ્ટી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા સમગ્ર ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

કારમાં દારૂનું સગેવગે કરનાર ખુદ ખાખી જ હોવાનું બહાર આવતા પોલીસબેડાંમાં હડકંપ મચ્યો હતો સમગ્ર ઘટનાની જાણ જીલ્લા પોલીસવડા સંજય ખરાતને થતા રૂરલ પોલીસને કોઈ પણ પ્રકારની સહ-શરમ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સંડોવાયેલ હોય તો તેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવા અને નિષ્પક્ષ તપાસના આદેશ આપી દીધા હતા મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી એલસીબી પોલીસના બે કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લામાં ખુદ ખાખી જ દારૂ કટીંગ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા એલસીબી પોલીસે જપ્ત કરેલ દારૂ ભરેલ ટ્રકમાંથી વિદેશી દારૂનું કટીંગ કરવામાં એલસીબી પોલીસકર્મીઓની ભૂંડી ભૂમિકા હોવાનું  બહાર આવતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી હતી.

એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધા પછી દારૂ ભરેલી ટ્રક એસપી કચેરી પાછળ  કંપાઉન્ડમાં પાર્ક કર્યા બાદ દારૂની ગણતરી થાય

તે પહેલા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા ઇમરાનખાન નજામીયા શેખ અને પ્રમોદ સુખદેવભાઈ પંડ્યા એસેન્ટ કારમાં દારૂ ભરી કટિંગ કરી દારૂને સગેવગે કરી રહ્યા હતા એલસીબી પોલીસની ખેપનું પાયલોટીંગ એલસીબી પોલીસનો વહીવટદાર શાહરુખ બાઈક પર કરી રહ્યો હતો.

આ ઘટના એસપી કચેરીમાં બેઠેલ જાગૃત નાગરિકની આંખો સામે થતા ખાખી જ દારૂનું કટીંગ કરતી હોવાનું જોઈ ચોકી ઉઠ્યો હતો જાગૃત નાગરિકે એલસીબી પોલીસકર્મીઓ અને વહીવટદાર દારૂને સગેવગે કરે તે પહેલા કારનો પીછો જાગૃત નાગરિકે કરતા વહીવટદાર તેની કારનો પીછો થતો હોવાનું જણાઈ વિદેશી દારૂ સગેવગે કરવા જનાર વહીવટદાર બોખલાઈ ગયો હતો અને કાર પુરઝડપે હંકારવા જતા કાર પલ્ટી જતા  ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તેમજ બાઈક ચાલક વહીવટદાર શાહરુખ નાસી છૂટ્યા હતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

ગાંધીના ગુજરાતમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે દારૂ ભરેલી કાર ઝડપી પાડવા ફિલ્મી દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે જાગૃત નાગરિકે એલસીબી પોલીસની કારમાં દારૂ સગેવગે કરવાની ખેપને નિષ્ફળ બનાવવા જતા જાગૃત નાગરીક અને ખાખીમાં છુપાયેલ બુટલેગરો અને વહીવટદારની કાર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાતા ભારે ચકચાર મચી હતી.

મોડાસા રૂરલ પોલીસ જાતે ફરિયાદી બની દારૂની ખેપ મારી રહેલા એલસીબી પોલીસ કર્મી ઇમરાનખાન નજામીયા શેખ,પ્રમોદ સુખદેવપ્રસાદ પંડ્યા અને શાહરુખ નામના શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.