અરવલ્લી LCB પોલીસ અને બુટલેગરની કાર વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો : ૧ લાખથી વધુ શરાબ ઝડપ્યો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ વારંવાર ખુલી જાય છે. માત્ર સરકારી કાગળિયે દારૂબંધી હોય તેવા કિસ્સા અનેકવાર પ્રકાશમાં આવતા રહે છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહેતા હોય છે
અરવલ્લી એસલસીબી પોલીસે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવતી સ્વીફ્ટ કારનો ફીલ્મી ઢબે પીછો કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી ૧ લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો બુટલેગર રોડ પર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે ભિલોડાના ઓડ ગામ તરફથી આવતી શંકાસ્પદ સ્વીફ્ટ કાર (ગાડી.નં.-GJ 02 BP 0621)ને અટકાવવા ઈશારો કરતા બુટલેગરે કાર પુરઝડપે હંકારી મુકતા
એલસીબી પોલીસે કારનો પીછો કરતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગર કાર રોડ પર મૂકી ફરાર થઇ જતા પીછો કરતી એલસીબી પોલીસે રોડ પર પડેલી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૮ કીં.રૂ.૧૦૦૮૦૦/- દારૂ અને કાર કીં.રૂ.૨૦૦૦૦૦ મળી કુલ રૂ.૩૦૦૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા