અરવલ્લી SP કચેરીથી ૨૦૦ મીટર હદમાં લૂંટારુઓનો આતંક
ઇન્સ્ટિટ્યૂટના ચોકીદાર પરિવારને મારમારી બંધક બનાવી ઓફિસમાંથી ૨૦ હજારની લૂંટ
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ બની હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે ચોર, ઘરફોડ ગેંગને ખાખી વર્દીનો ખોફ જ હોય તેમ સતત બિન્દાસ્ત ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે મોડાસા શહેરના શામળાજી રોડ પર જીલ્લા પોલીસવડા કચેરીની સામે અને ફક્ત ૨૦૦ મીટર દૂર આવેલી તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ એન્જીનીયરીંગ કોલેજમાં બુકાનધારી લૂંટારુઓ ત્રાટકી એક ચોકીદારને મોઢામાં ડૂચો મારી દીધો હતો.
અન્ય એક ચોકીદાર અને તેના પરિવારને મારમારી રૂમમાં પુરી દઈ સતત ૪ કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી ૨૦ હજાર રૂપિયા મળી આવતા લૂંટ કરી નાસી છૂટ્યા હતા કોલેજમાં લૂંટની ઘટના બનતા કેમ્પસ ડાઈરેકટર જયદત્તસિંહ પુવાર કોલેજ દોડી આવી કોલેજમાં બનેલી લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ અને બંને ચોકીદાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લો શિક્ષણ નગરી તરીકે આગવું સ્થાન ધરાવે છે,જ્યાં ભવિષ્યના ઘડતારના પાઠ ભણાવાય છે ત્યાંજ લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપવા ત્રાટક્યા હતા તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડ ઉ.30 ને શનિવારની મધ્ય રાત્રીએ અજાણ્યા ૫ થી વધુ લૂંટારુઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.મોડાસા ખાતેની જિલ્લા પોલીસ વડા ભવન થી માત્ર ૨૦૦ મીટર દૂર કોલેજમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ભય પેદા થયો છે.
નીડર થઈ લૂંટારુઓ ચાર કલાકમાં સુધી કોલેજની વિવિધ ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ તિજોરી તોડી સંસ્થાના રૂ.૨૦ હજાર રૂપિયા ની ચોરી કરી હતી, કોલેજ ના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો બીજો ચોકીદાર લૂંટારુઓ ને જોઈ જતા બુમાબુમ કે પ્રતિકાર કરે તે પહેલા લૂંટારૂઓએ ચોકીદાર સહિત અને તેના બે સંતાનોને માર મારી રૂમ માં પુરી દેતા ચકચાર મચી હતી,તીક્ષ્ણ હથિયારો સાથે કોલેજની ઓફિસમાં લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની કોલેજના વડા જયદત્તસિંહ પુવાર ને ખબર પડતાં તાબડતોબ કોલેજ ખાતે આવી ચોકીદારના ખબર અંતર પૂછી મોડાસા શહેર પોલીસ ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.