અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે કરી બેઠકઃ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો
ચંડીગઢ, પંજાબમાં AAPની સરકાર બની ત્યારથી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સીએમ ભગવંત માનની સરકાર દિલ્હીથી ‘નિયંત્રિત’ થઈ રહી છે.
કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબની સરકારને નિયંત્રિત કરી રહ્યા છે અને તેના કારણે સરકાર મુક્ત રીતે કામ કરી શકતી નથી. આ દરમિયાન કોંગ્રેસના પંજાબ યુનિટના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે મોટો દાવો કર્યો છે.
તેમણે દાવો કર્યો કે સીએમ ભગવંત માન અને પાવર મિનિસ્ટર હરભજનની ગેરહાજરીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ બેઠક યોજી હતી. અમરિંદરે દાવો કર્યો હતો કે બેઠકમાં ઉર્જા સચિવ દલીપ કુમાર, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને પીએસપીસીએલ પ્રમુખ બલદેવ સિંહ સરન પણ હાજર હતા.
અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું, સીએસ અનિરુદ્ધ તિવારી, પાવર સેક્રેટરી દલીપ કુમાર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, સાંસદ રાઘવ ચઢ્ઢા, દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન, પીએસપીસીએલ પ્રમુખ બલદેવ સિંહ સરને સીએમ ભગવંત માન અને ઉર્જા મંત્રી હરભજન સિંહની ગેરહાજરીમાં એક સત્તાવાર બેઠક યોજી હતી.
અમરિન્દર સિંહ રાજાએ અન્ય એક ટિ્વટમાં કહ્યું- “શું પંજાબને દિલ્હીવાસીઓ કઠપૂતળી બનાવશે, કઈ ક્ષમતામાં અને કયા મુદ્દા પર આ બેઠક યોજાઈ હતી. સીએમ સાહેબ તેને સાર્વજનિક કરો. આ પહેલા નવજાેત સિંહ સિદ્ધુએ પણ પંજાબની આપ સરકાર પર દિલ્હી દ્વારા નિયંત્રિત હોવાનો આરોપ લગાવ્યો છે.
સિદ્ધુએ ત્યાં સુધી કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો પંજાબ સરકારને નિયંત્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના રિમોટ કંટ્રોલ માટે નવી બેટરીઓ મળી આવી છે.HS