Western Times News

Gujarati News

અરશદ વારસીને અમિતાભ બચ્ચને કર્યો હતો લોન્ચ

મુંબઇ, બોલીવુડ એક્ટર અરશદ વારસી હાલ પોતાની આગામી ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અરશદ વારસીની સાથે અક્ષય કુમાર અને કૃતિ સેનન લીડ રોલમાં છે. અરશદ વારસીએ વર્ષ ૧૯૯૬માં ફિલ્મ તેરે મેરે સપનેથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. એ પછી અરશદ વારસી અચાનક ગાયબ થઈ ગયો.

પરંતુ તેણે મુન્નાભાઈ એમબીબીએસમાં પોતાના સર્કિટના રોલથી જાેરદાર વાપસી કરી હતી. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરશદ વારસીએ પોતાના કરિયર અને ડેબ્યૂ પર ખુલીને વાત કરી હતી. જ્યારે અરશદ વારસીને બોલીવુડમાં પોતાના ગોડફાધર વિશે પૂછવામાં આવ્યું તો તેણે અમિતાભ બચ્ચનને પોતાના ગોડફાધર ગણાવ્યા.

કારણ કે તેમની કંપની છમ્ઝ્રન્એ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. આ અંગે વાત કરતા અરશદ વારસીએ કહ્યું કે, હું મિસ્ટર બીનું નામ લેવા માગીશ. મેં મારા કરિયરની શરૂઆત છમ્ઝ્રન્ સાથે કરી હતી. જાેય ઓગસ્ટીન મેન પ્રોફેશનમાં લઈને આવ્યા હતા. પરંતુ એ પછી તેઓએ મને અનાથની જેમ એકલો છોડી મૂક્યો. એટલે મને નથી ખબર કે હું તેમને શું કહી શકું. ગોડફાધર કહું કે પછી બીજુ, મને નથી ખબર. આ ઈવેન્ટમાં અક્ષય કુમારે પોતાના અને અરશદ વારસી વચ્ચેના કથિત તણાવની પણ સ્પષ્ટતા કરી.

કહેવામાં આવે છે કે, જાેલી એલએલબી-૨ના રિલીઝ સમયે અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે તણાવ ઊભો થયો હતો. અક્ષય કુમારે કહ્યું કે, મીડિયામાં એવું અનેકવાર કહેવામાં આવ્યું છે કે, હું જેની સાથે કામ કરું છું એની સાથે વધુ પડતો હળી મળી જતો નથી.

કોઈ પણ હોય, જેની સાથે હું પ્રોફેશનલી જાેડાઈ જાઉ એની સાથે સારા સંબંધ રાખુ છું. મહત્વનું છે કે, બચ્ચન પાંડેનું ડિરેક્શન ફરહદ સામજીએ કર્યુ છે. આ ફિલ્મ હોળીના તહેવાર પર ૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો અરશદ વારસી છેલ્લે ફિલ્મ દુર્ગામતીમાં નજરે પડ્યો હતો. જેમાં ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં નજરે પડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.