અરામકોનો ચીન સાથે ૧૦ અબજ ડોલરનો સોદો રદ
રિફાઈનીંગ કોમ્પ્લેક્ષ બનાવવાનો કોન્ટ્રાક્ટ
નવી દિલ્હી, સાઉદી અરેબિયાની સરકારી ઓઈલ કંપની સાઉદી અરામકોએ ચીનની સાથે ૧૦ અબજ ડોલર (લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયા)ની એક ડિલને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ ડીલ અંતર્ગત અરામકો ચીનની સાથે મળીને એક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સનું નિર્માણ કરવાની હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોરોનાના સમયમાં ઓઈલના ભાવ ઘટી ગયા છે. ઓઈલ કંપનીઓએને ભારે નુકસાન થયું છે. આવામાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને અરામકોએ આ ડીલને રદ કરવાનો ર્નિણય લીધો છે. સમગ્ર દુનિયામાં ઓઈલ કંપનીઓની સ્થિતિ એક જેવી જ છે. માગ અને ભાવમાં ઘટાડાને કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. અરામકોએ હાલ કેપિટલ એક્સપેન્ડિચર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીએ ૭૫ અબજ ડોલરનું ડિવિડન્ડ જાહેર કરવાનો પણ ર્નિણય લીધો છે. SSS