Western Times News

Gujarati News

અરિને પહેલી વખત માતા-પિતા માટે જમવાનું બનાવ્યું

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને ડૉક્ટર શ્રીરામ નેનેનો મોટો દીકરો અરિન શેફ (રસોઈયો) બની ગયો છે! અરિને પહેલી વખત માતા-પિતા માટે જમવાનું બનાવ્યું છે. ત્યારબાદ પિતા ડૉક્ટર શ્રીરામ નેનેએ આ ફૂડની ઝલક દેખાડતા કહ્યું કે તેઓને આ ફૂડ પસંદ આવ્યું. જે વિડીયો ડૉક્ટર શ્રીરામ નેનેએ શેર કર્યો છે તેમાં તેઓ દીકરા અરિને બનાવેલું જમવાનું ટેસ્ટ કરતા જાેવા મળી રહ્યા છે. જ્યારે માધુરી દીક્ષિત હસતી જાેવા મળી રહી છે. આ વિડીયો પર ડૉક્ટર શ્રીરામ નેનેએ કેપ્શન લખ્યું છે કે લાંબા સમય પછી અરિને પહેલી વખત કશું બનાવ્યું છે અને મેં ચાખ્યું. દીકરાએ તો કમાલ કરી છે. અહીં તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતના પતિ ડૉક્ટર શ્રીરામ નેને કૂકિંગના શોખીન છે.

તેઓ ઘણીવખત માધુરી માટે કશું નવું બનાવતા રહે છે. માધુરીના જણાવ્યા મુજબ, તેણે મોટાભાગનું જમવાનું બનાવતા લગ્ન બાદ શીખ્યું છે. અમેરિકામાં ડૉક્ટર શ્રીરામ નેને પાસે એક ફ્રેન્ચ કૂક હતો અને તેઓ તેને અસિસ્ટ કરતા હતા.

આ રીતે ડૉક્ટર શ્રીરામ નેનેએ ઘણી રેસિપી શીખી લીધી. માધુરીએ એવું પણ કહ્યું કે એ સાચું છે કે શ્રીરામ નેને મારા કરતા સારું જમવાનું બનાવે છે. હું પણ સારું જમવાનું બનાવું છે. અહીં નોંધનીય છે કે માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન ગ્રેજ્યુએટ થઈ ગયો છે. માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર પોતાના પરિવારનો સુંદર ફોટોગ્રાફ શેર કર્યો હતો.

ફોટોગ્રાફ શેર કરતા માધુરી દીક્ષિતે લખ્યું હતું કે ‘રામ અને મારા માટે ગૌરવની ક્ષણ છે, કારણકે અરિન હાઈસ્કૂલથી ગ્રેજ્યુએશન કેપ સાથે ગ્રેજ્યુએટ થયો છે. વર્ષ ૨૦૨૧ના ક્લાસમાં ગ્રેજ્યુએટ થવા બદલ શુભેચ્છાઓ. માધુરી દીક્ષિતે વર્ષ ૧૯૯૯માં ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. માધુરી દીક્ષિતે વર્ષ ૨૦૦૩માં દીકરા અરિન અને વર્ષ ૨૦૦૫માં બીજા દીકરા રેહાનને જન્મ આપ્યો. લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થયેલી માધુરી દીક્ષિત વર્ષ ૨૦૧૧માં પરિવાર સાથે મુંબઈ પરત ફરી. માધુરી દીક્ષિતની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘તેજાબ’, ‘બેટા’, ‘હમ આપકે હે કોન!’, ‘દિલ તો પાગલ હે’, ‘સાજન’, ‘રાજા’, ‘રામ લખન’, ‘પરિંદા’ અને ‘પુકાર’ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.