અરિહંત સ્કૂલ ઑફ ફાર્મસી દ્વારા વુમન વીક સેલિબ્રેશન 2020 નું આયોજન
વુમન વીક સેલિબ્રેશન 2020 અંતર્ગત અરિહંત સ્કૂલ ઑફ ફાર્મસી એન્ડ બી આર આઈ દ્વારા તારીખ 04/03/2020 બુધવાર ના રોજ મહિલા જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલા જાગૃતિ અભિયાનના પ્રતિનિધિ તરીકે પ્રતીક્ષા બેન શેઠ હાજર રહ્યા હતા. પ્રતીક્ષા બેને બી. ફાર્મ, એમ. ફાર્મ અને બી. એસ.સી ની તમામ વિદ્યાર્થીનીઓ તથા મહિલા ફેકલ્ટીઓને માર્કેટના વિવિધ સેનેટરી નેપકીન અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી.
તેઓએ જણાવ્યું હતું કે WHO ના રીપોર્ટ અનુસાર બેહનોને 80% બીમારીઓ માર્કેટ ના હલકા સેનેટરી નેપકીન વાપરવાથી થાય છે. પ્લાસ્ટિક નેપકીન માં હવા ની અવર જવર ન થવાથી બીમારીઓ થઈ શકે છે. જેમકે લ્યૂકોરિયો, બળતરા , થાઇરોઇડ, હોર્મોંન ડિસઓર્ડર, સર્વાઇક્લ કેન્સર વગેરે થઈ શકે છે. તદુપરાંત પ્રતીક્ષા બેને સેનેટરી નેપકીન નષ્ટ કરવા અને આરોગ્ય રક્ષણ કેવી રીતે જાળવવું તેના વિશે પણ વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કર્યા હતા.
—