અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ તરફી “ફાયર સેફટી પ્રોગ્રામ”નું આયોજન
અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા તા ૦૯/૦૪/૨૦૨૧ ના રોજ “ફાયર સેફટી પ્રોગ્રામ” તથા ઇ એલ્યુમીની ટોક”નું આયોજન કરવામાં આવ્યું હતું, આ ટોક નું આયોજન માઇક્રોસોફ્ટ ટિમ ના માધ્યમ થી ઓનલાઇન કરવામાં આવ્યું હતું.
ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય વક્તા શ્રી નિશિત પટેલ (અસોસિયેટ પ્રોફેસર ,ASPBRI) તરફ થી વિસ્તૃત જાણકારી ઉપયુક્ત કરાઇ હતી. આ કાર્યક્ર્મ માં કોલેજ ના તમામ શિક્ષકગણ લેબ આસિસ્ટન્ટ તથા તમામ સ્ટાફની ઉપસ્થિત માં તેમણે પ્રશિક્ષિત કરવાના હેતુ થી આયોજિત થયો હતો.
જેમાં મુખ્યત્વે પ્રાયોગિક કાર્ય દ્વારા તથા અન્ય જ્ગ્યા પર આમ લોકો તો તે સમયે કેવી રીતે વર્તવું તથા ક્યાં પ્રકાર ની સાવચેતી ઑ રાખવી તે અંગે માહિતગાર કર્યા હતા આ ઉપરાંત ક્યાં ક્યાં પ્રકાર ના Extinguishar ઉપયોગ માં લઈ શકાય તથા તેમની મુખ્ય કાર્ય અંગે માહિતી આપી હતી. આગ લાગે ત્યારે વ્યક્તિ ની સુજબૂજ થી કેવી રીતે વર્તવું તથા માનસિક સભાનતા શું ભાગ ભજવે છે અને કેવી રીતે સ્વસ્થતા મેળવવી એ બધી બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી
આ કાર્યક્ર્મ ના ભાગ રૂપે મોકડ્રિલ પર કરવામાં આવ્યું હતું,જેમાં લાગેલી આગ ઉપર Extinguishar ના ઉપયોગ થી કેવી રીતે કાબૂ મેળવી શકાય તેનું પ્રશિક્ષણ અપાયું હતું.
બીજો પ્રોગ્રામ ના ભાગ રૂપે “ઇ એલ્યુમીની ટોક” આયોજિત કરાઇ હતી,જેમાં વક્તા ના ભાગ રૂપે શ્રી અર્થ જયેશ પંડ્યા (પ્લાન્ટ મેનેજર,નિકોલ હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ,જી.આઇ.ડી.સી) ને આમંત્રિત કરાયા હતા.
જેમાં તેમને મુખ્યત્વે “ C-GMP એન્ડ Industrial Management “ વિષય ઉપર પોતાનું જ્ઞાન રજૂ કર્યું હતું.આ ટોક નું આયોજન બી.ફાર્મ અંતિમ સત્ર તથા એમ.ફાર્મ ના વિદ્યાર્થી ઓના અભ્યાસક્રમ ને ધ્યાન માં રાખીને કરાયું હતું. એમાં મુખ્યત્વે ઔધોગિક તાલીમ તથા તેનું સફળ વ્યવસ્થાપન અસરકારક રીતે કેવી રીતે કરી શકાય તેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
આ કાર્યક્રમ ના અંતે તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક વિષય અનુરૂપ પ્રશ્નો પૂછ્યા હતા અને તેનો સંતોષકારક જવાબ શ્રી અર્થ પંડ્યા ધ્વારા આપવામાં આવ્યા હતા. જૈમિન પટેલે વક્તા શ્રી તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.