અરિહંત હોમિયોપેથિક અને આરઆઈના પ્રોફેસર આયુથોન મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું
અમદાવાદ : અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આરઆઈના મેડિસિન વિભાગના પ્રેક્ટિસ ફેકલ્ટી ડો. કિંજલ પટેલએ આયુષ(AYUSH) દ્વારા 23 અને 24મી એપ્રિલ 2022 ના રોજ રિવરફ્રન્ટ અને કાંકરિયા, અમદાવાદ ખાતે યોજાયેલ આયુથોન મેરેથોનમાં 40-60 વર્ષની મહિલા વય જૂથ વિભાગની 10 કિમી સાયકલિંગ અને 5 કિમી દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વધુમાં, ડૉ. પટેલે 8મી જાન્યુઆરી 2022 ના રોજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સંલગ્ન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર, ગુજરાત દ્વારા આયોજિત નેશનલ સી સ્વિમથોનમાં પણ 1 કિમી અંતર (40-60 વર્ષની વય જૂથ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
તારીખ 1લી મે 2022, ગુજરાત સ્થાપના દિવસે ડો. પટેલે સાયકલ ક્લબ અને કલેક્ટર કચેરી, મહેસાણા દ્વારા વડનગર, ગુજરાત ખાતે આયોજિત ઓપન વોટર લેક સી સ્વિમિંગ સ્પર્ધામાં 2000 મીટર અને 800 મીટરની સ્વિમિંગ રેસમાં પ્રથમ રનર અપ નો ખિતાબ જીત્યો છે. તેમની સિદ્ધિઓની હારમાળામાં વધુ સિદ્ધિ મેળવવા દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે.