અરુણાચલમાં ભારતે મોડેલ વિલેજ બનાવવાનું શરૂ કર્યું
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે ચીને એલએસી નજીક મોડેલ વિલેજ ઉભા કર્યા છે અને તેના જવાબમાં ભારતે પણ અરૂણાચલ પ્રદેશમાં સરહદ નજીક ત્રણ મોડેલ વિલેજ બનાવવાનુ શરૂ કર્યુ છે.
આ મોડેલ વિલેજમાં શાનદાર સ્માર્ટ ક્લાસરૂમ સાથેની સ્કૂલ, હેલ્થ સેન્ટર, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ જેવી સુવિધાઓ પણ રહશે. અરૂણાચલ સરકાર આ પ્રકારના ગામ બનાવી રહ્યી છે અને તેના કારણે પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. ચીન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના વિલેજ બનાવાઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં ચીન પોતાની સરહદમાં ૬૦૦ જેટલા આવા વિલેજ બનાવી ચુકયુ છે અને તેમાંથી ૪૦૦ વિલેજ વેસ્ટર્ન સેક્ટરમાં છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે નક્કી કર્યુ છે કે, ભારતની સરહદમાં બની રહેલા મોડેલ વિલેજમાં ડિજિટલ સુવિધા અને કોમ્યુનિકેશન માટે પણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાથે સાથે અહીંયા કીવી, નારંગી અને અખરોટની ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પર્યટકોને આકર્ષવા માટે બંકરોનો પણ ઉપયોગ કરાશે.SSS