અરુણાચલ પ્રદેશઃ સેનાએ ભૂલથી બે લોકોને ગોળી મારી

Files Photo
ઈટાનગર, સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખોટી ઓળખનો મામલો છે. એએમસીએચના અધિક્ષક ડૉ. પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું હતું કે એક યુવકને હાથમાં ગોળી વાગી હતી, જ્યારે બીજાને પગના અંગૂઠામાં ગોળી વાગી હતી.
સેનાના સૂત્રોએ શનિવારે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં સેનાએ ભૂલથી બે નાગરિકોને ગોળી મારી દીધી. પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સાંજે ચાસા ગામમાં બની જ્યારે બે ગ્રામીણ નદીમાં માછીમારી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની ઓળખ નોકફ્યા વાંગદાન (28) અને રામવાંગ વાંગસુ (23) તરીકે થઈ છે. સેનાએ બંને ગ્રામજનોને સારવાર માટે ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (AMCH) દાખલ કર્યા છે.
સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખોટી ઓળખનો મામલો છે. એએમસીએચના અધિક્ષક ડૉ. પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું હતું કે એક યુવકને હાથમાં ગોળી વાગી હતી, જ્યારે બીજાને પગના અંગૂઠામાં ગોળી વાગી હતી.
તેમણે કહ્યું કે બંને હાલ ખતરાની બહાર છે. ઘાયલોને લઈને હોસ્પિટલ પહોંચેલા એક ગ્રામીણે મીડિયાની સામે દાવો કર્યો કે સેનાના જવાનોએ બંને પર ગોળીબાર કર્યો. તેણે કહ્યું કે બંને અનાથ છે. હવે એકના હાથ પર ઈજા થઈ છે અને બીજાના પગમાં ઈજા થઈ છે. સરકારે તેમના માટે કંઈક કરવું જોઈએ.