અરુણિતા પવનદીપની જીત થતાં દુઃખી થઈ હતી?
મુંબઈ, ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન ખતમ થઈ તેને ૧૫ દિવસ થવા આવ્યા છે પરંતુ ગ્રાન્ડ ફિનાલેના દિવસે દર્શકો અને ફાઈનાલિસ્ટ્સના ફેન્સ હજી ભૂલી શક્યા નથી. ૧૫મી ઓગસ્ટે રાતે ૧૨ કલાકે પવનદીપ રાજનની વિનર તરીકે જાહેરાત કરવામાં આવી હતી. પવનદીપે ટ્રોફી જીતવાની સાથે અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, નિહાલ તોરો, શન્મુખપ્રિયા અને દાનિશને પાછળ છોડ્યા હતા.
અરુણિતા ફર્સ્ટ રનર અપ બની હતી જ્યારે સાયલી કાંબલે સેકન્ડ રનર અપ. શો ખતમ થયા બાદ તમામ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. પવનદીપ, અરુણિતા અને શન્મુખપ્રિયાને મ્યૂઝિક સીરિઝનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં તેમના ૨૦ સોન્ગ છે.
મ્યૂઝિક સીરિઝનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. પવનદીપના નામની વિનર તરીકે જાહેરાત થયા બાદ આમ તો અરુણિતાના ચહેરા પર ખુશી જાેવા મળી હતી. પરંતુ તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે જાણવાનો પ્રયાસ ટીઝરના લોન્ચિંગ દરમિયાન ટીવી હોસ્ટ સિદ્ધાર્થ કનને કર્યો હતો. સિદ્ધાર્થ કનને અરુણિતાને પૂછ્યું હતું કે, ‘જ્યારે પવનદીપ ઈન્ડિયન આઈડલ જીત્યો ત્યારે શું તને કોઈ અફસોસ હતો કે તું જીતી ન શકી? કે પછી ખુશી હતી કે પવનદીપ જીતી ગયો’.
તેના પર જવાબ આપતા અરુણિતાએ કહ્યું હતું ‘અફસોસ તો એક ટકા પર નહોતો. એવું જરાય નહોતું. અમે તમામ ખુશ હતા. કારણ કે અમને બધાને ખબર હતી કે જે પણ જીતશે તે હકદાર છે. શન્મુખપ્રિયા જીતતી, દાનિશ, સાયલી દીદી કે પછી નિહાલ તો હું કહીશ કે અફસોસનો તો એક ટકા એમ કહીશ કે માઈનસ ટકા પર ચાન્સ નહોતો. અમે બધા લોકો ખૂબ ખુશ હતા. અમે તે સમયે સૌથી વધારે ચીયર કરી રહ્યા હતા.
આ સમયે પવનદીપ પણ ત્યાં હાજર હતો. તેણે ઉમેર્યું હતું કે, ‘બધા દુઃખી પણ હતા. કારણ કે તે ઈન્ડિયન આઈડલની છેલ્લી ક્ષણ હતી. બાદમાં બધાને ઘરે જવાનું હતું. ખુશી કરતાં દુઃખ વધારે હતું. અરુણિતાની વાત કરીએ તો, તેને ટ્રોફી ભલે ન મળી પરંતુ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ ઘણું મળ્યું છે. ફિનાલે પહેલા જ તેણે પવનદીપ સાથે હિમેશ રેશમિયાએ કમ્પોઝ કરેલા બે સોન્ગ ગાયા હતા. જે લોકોને પસંદ આવ્યા હતા.SSS