અરૂણાચલમાં ચીનના ૨૦૦ જેટલા સૈનિક ભારતીય સરહદમાં ઘૂસ્યા

નવી દિલ્હી, ચીનના સૈનિકોએ ફરી એક વાર ભારતની ધરતી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. જાેકે, ભારતીય સેનાએ ચીની સૈનિકોના ઈરાદાઓ પર પાણી ફેરવતાં તેમનાં અનેક સૈનિકોને અસ્થાયી રીતે કસ્ટડીમાં લઈ લીધા. જાણકારી મુજબ, ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસણખોરી કરી ભારતીય સીમા પર બનેલા ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એવા અહેવાલ છે કે ચીનના લગભગ ૨૦૦ સૈનિક ભારતીય સરહદની અંદર ઘૂસી ગયા હતા, જેને ભારતીય સૈનિકોએ પાછળ ધકેલી દીધા.
મળતી જાણકારી મુજબ, આ ઘટના ગત સપ્તાહે વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક બુમ લા અને યાંગ્ત્સે સરહદની વચ્ચે થઈ હતી. સૂત્રો મુજબ, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનના સૈનિકો પર બોર્ડર પર ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સૈનિકોએ જાેરદાર વિરોધ કર્યો અને કેટલાક ચીની સૈનિકોને અસ્થાયી રીતે કસ્ટડીમાં લઈ લીધા.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ચીની સૈનિકોને કસ્ટડીમાં લેવાના અહેવાલ સામે આવ્યા બાદ સ્થાનિક સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ અને બાદમાં ચીની સૈનિકોને મુક્ત કરી દેવામાં આવ્યા.
આ સમગ્ર ઘટના પર સેના તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ ટિપ્પણી નથી કરવામાં આવી. જાેકે, રક્ષા અને સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સુરક્ષા દળોને કોઈ નુકસાન નથી થયું.
નોંધનીય છે કે, ભારત-ચીન સરહદની ઔપચારિક રીતે વહેંચણી નથી કરવામાં આવી. આ જ કારણ છે કે બોર્ડરને લઈ બંને દેશોની વચ્ચે વિવાદ ઊભા થતા રહે છે. જાેકે, બંને દેશોની સરહદ પર શાંતિ કાયમ રાખવા માટે અનેક સમજૂતીઓ ચોક્કસ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, બંને પક્ષ પોતાની સરહદોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરતા રહે છે.
અનેકવાર એવું પણ થાય છે કે જ્યારે બંને દેશોના સૈનિક એક જ સમયમાં એક સ્થળ પર પહોંચી જાય છે તો બંને દેશોના સૈનિકોની વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થતી હોય છે. અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખૂબ જ લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
૧૯૬૨ના યુદ્ધમાં ચીને પ્રથમ થોડા દિવસોમાં તવાંગ પર કબજાે કરી લીધો હતો. તેણે તિબેટના ભાગરૂપે તવાંગ પર દાવો કર્યો હતો, જ્યારે અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકેનો દાવો કર્યો હતો. તવાંગનું ઐતિહાસિક મહત્ત્વ એ હકીકત પરથી ઉદ્ભવે છે કે તે છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ છે અને લ્હાસા પછી તિબેટીયન બૌદ્ધ ધર્મમાં અગત્યનું સ્થાન છે. વ્યૂહાત્મક રીતે, તવાંગ બ્રહ્મપુત્રાના મેદાનો સુધી ભૌગોલિક પ્રવેશ સુધી પહોંચ પૂરી પાડે છે.SSS