અરૂણાચલ પ્રદેશમાંથી લાપતા પાંચ યુવકોને ચીને ભારતને સોંપ્યા, 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે
નવી દિલ્હી, ભારત અને ચીનની સેના વચ્ચે સરહદ ઉપર ચાલી રહેલા તણાવની વચ્ચે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકો લાપતા થઈ ગયા હતાં. અરૂણાચલ પ્રદેશના એક ધારાસભ્યએ ચીનના સૈનિકો દ્વારા તેને ઉપાડી જવાનો આરોપ લગાવ્યો હતો કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. તે બાદ હરકતમાં આવેલી ભારત સરકારની રણનીતિક કોશિષો રંગ લાવતી નજરે આવી રહી છે. સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અપહ્યત યુવકોને ચીની સેનાએ ભારતને સોંપ્યા છે, અને કૂટનીતીની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતા.
ચીનની સેના આજે અરૂણાચલના આ પાંચ નાગરિકોને ભારતીય સેનાને સોંપશે. જાણકારી પ્રમાણે 9.30 વાગ્યાની આસપાસ લગભગ ચીની સેના આ યુવકોને ભારતીય સૈનિકોને સોંપી શકે છે. ચીનના સૈનિકો આ યુવકોને કિબિતુ બોર્ડરની પાસે વાછા વિસ્તારમાં લઈને આવશે. જ્યાંથી ભારતીય સેનાને સોંપી દેશે. કેન્દ્રીય મંત્રી અને અરૂણાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા કિરણ રિજ્જુએ ટ્વિટ કરીને આ વાતની જાણારી આપી છે. કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર પાંચેય યુવક 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેશે.