અરૂણાચલ પ્રદેશમાં ઘુસી ચીની સેના, સગીરનું અપહરણ કર્યું

ઇટાનગર, ચીન અરુણાચલ પ્રદેશની સીમા પર પોતાની હરકતો અટકાવી રહ્યું નથી. ચીન બાંધકામના કામો અને ક્યારેક ભારતીય સૈનિકો સાથે ઝપાઝપીની ઘટનાઓ દ્વારા ભારતને સતત પડકાર આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારના સિયાંગ જિલ્લામાંથી એક સગીર છોકરાનું અપહરણ કર્યું છે. ભાજપના સાંસદ તાપીર ગાઓએ આ માહિતી આપી છે.
તેણે ટિ્વટ કરીને ભારતીય એજન્સીઓને અપીલ કરી છે કે સગીર છોકરાને વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે. ભારતીય સરહદમાં ઘૂસીને ચીની સેનાએ સગીરનું કર્યુ અપહરણ બીજેપી સાંસદ તાપીર ગાઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ જીડો ગામમાંથી ૧૭ વર્ષના છોકરાનું અપહરણ કર્યું છે.
તેણે જણાવ્યું કે ભારતીય સરહદમાં ઘૂસીને ચીની સેનાએ છોકરાનું અપહરણ કર્યું હતું. તાપીર ગામે જણાવ્યું કે આ અપહરણ લુંગટા જાેર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ચીને આ વિસ્તારના ૩-૪ કિલોમીટર સુધી રોડ બનાવ્યો હતો. આ વિસ્તાર સીયુંગલા હેઠળ આવે છે.
એક છોકરો ચીની સેનાના ચુંગલથી બચ્યો તાપીર ગાઓએ વધુમાં જણાવ્યું કે આ છોકરાનો એક મિત્ર પણ ચીની સેનાના ચુંગાલમાંથી ભાગી ગયો છે. તેણે પ્રશાસનને કહ્યું છે કે તેના મિત્રને તેના ગામમાંથી ચીની સેનાએ ઉપાડી લીધો છે. ચીની સેનાએ જે છોકરાને ઝડપી લીધો છે તેનું નામ મીરામ તરન જણાવવામાં આવી રહ્યું છે.
તરનના મિત્ર જાેની યયિંગે જણાવ્યું કે ચીનના કેટલાક સૈન્ય અધિકારીઓ જીડો ગામમાં ઘૂસી ગયા અને તેમના મિત્રને લઈ ગયા. બીજેપી સાંસદે કહ્યું છે કે જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાંથી ત્સાંગપો નદી પસાર થાય છે. તમને જણાવી દઈએ કે ત્સાંગપો નદીને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવે છે.
સગીરને બચાવવાના પ્રયાસો ચાલુ આ ઘટના અંગે જિલ્લા ડેપ્યુટી કમિશનર શાસ્વત સૌરભે કહ્યું છે કે આ છોકરો સ્થાનિક શિકારીઓની ટીમમાં સામેલ હતો. અમને જૂથના અન્ય સભ્યો પાસેથી માહિતી મળી છે કે ભારતીય સરહદની અંદરથી ચીની સેના દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે, અમે આ બાબતે ભારતીય સેનાને જાણ કરી છે, તે છોકરાને બચાવવાના પ્રયાસો ચાલુ છે.HS