અરૂણાચલ પ્રદેશમાં બાંધકામ કાર્ય એક સામાન્ય ગતિવિધિ છે: ચીન
નવીદિલ્હી, લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ ઉકેલાયો પણ નથી ત્યાં ચીને ફરી એકવખત અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરી દીધો છે. અરૂણાચલ પ્રદેશમાં ચીને એક નવું ગામ વસાવી દીધાના રિપોર્ટસને લઇ ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંધકામ કાર્ય એક સામાન્ય ગતિવિધિ છે કારણ કે આ તેમના ‘પોતાના ક્ષેત્રમાં’ કરાઇ રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે મીડિયાને કહ્યું કે ચીન-ભારતના સરહદી વિસ્તારના પૂર્વ સેકટર યા જેંગનાન (દક્ષિણ તિબેટ)ને લઇ ચીનની સ્થિત સ્પષ્ટ છે. અમે કયારેય ચીની વિસ્તારમાં ગેરકાયદે રીતે બનાવેલ કથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ચીને પોતાના વિસ્તારમાં બાંધકામ કરવું એ સંપૂર્ણપણે સંપ્રભુતાવનો મામલો છે. ચીનની પોતાના ક્ષેત્રમાં વિકાસ અને નિર્માણ સાથે જાેડાયેલી ગતિવિધિઓ બિલકુલ સામાન્ય વાત છે.
ભારત-ચીનની વચ્ચે સરહદ વિવાદ ૩૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલને લઇ છે. ચીન એલએસીને માન્યતા આપતું નથી અને અંદાજે ૯૦૦૦૦ વર્ગકિલોમીટરની જમીન પર પોતાનો દાવો રજૂ કરે છે. બેઇજિંગ અરૂણાચલ પ્રદેશને પોતાના માનચિત્રમાં દક્ષિણ તિબેટ તરીકે દેખાડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીન ગામ વસાવીને આ વિસ્તાર પર પોતાના દાવાને વધુ મજબૂત કરવા માંગે છે.
એક રિપોર્ટસમાં કહ્યું હતું કે ચીને અરૂણાચલ પ્રદેશમાં ૧૦૧ ઘરોનું એક નવું ગામ બનાવી દીધું છે. રિપોર્ટસના મતે આ ગામ ભારતની વાસ્તવિક સરહદને ૪.૫ કિલોમીટર અંદર બન્યું છે. રિપોર્ટમાં કેટલીક સેટેલાઇટ ઇમેજીસના હવાલે કહ્યું છે કે આ ગામને નવેમ્બર ૨૦૧૯થી નવેમ્બર ૨૦૨૦ની વચ્ચે બનાવ્યું છે. આ રિપોર્ટને લઇ ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન રજૂ કર્યું હતું. વિદેશ મંત્રાલયે ગામડું વસાવ્યાના સમાચારને નકારતા કહ્યું હતું કે ભારત સરકારે દેશની સુરક્ષાને પ્રભાવિત કરનાર તમામ ઘટનાક્રમો પર નજર રાખી રહ્યું છે. તેની સાથે જ પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવી રહ્યું છે.HS