Western Times News

Gujarati News

અરૂણાચલ પ્રદેશમાં યુવક અપહરણ મામલે ચીને કહ્યું અમારી પાસે કોઇ માહિતી નથી!

નવીદિલ્હી, અરુણાચલ પ્રદેશના ૧૭ વર્ષના યુવકના અપહરણના મામલામાં ચીન તરફથી વળતો જવાબ આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે તેની પાસે અરુણાચલના અપર સિયાંગ જિલ્લામાં ચીની સેના- પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કોઈ યુવકના અપહરણના કોઈ અહેવાલ નથી.

જાે કે, મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે પીએલએ તેની સરહદોની રક્ષા કરે છે અને ગેરકાયદેસર ઘૂસણખોરીના પ્રયાસોને તપાસે છે.અરુણાચલ પ્રદેશના સાંસદ તાપીર ગાઓએ બુધવારે જણાવ્યું હતું કે પીએલએએ રાજ્યના અપર સિયાંગ જિલ્લામાં ભારતીય વિસ્તારમાંથી ૧૭ વર્ષના છોકરા, મીરામ તારોમનું અપહરણ કર્યું હતું. તેમણે આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી નીતિશ પ્રામાણિકને પણ જાણ કરી હતી.

પીએલએ દ્વારા અપહરણની આ ઘટના અંગે ગુરુવારે જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું તો તેમણે સમગ્ર મામલા વિશે જાણવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે ચીનની સેના આપણા કાયદા અનુસાર સરહદોની રક્ષા કરે છે અને ગેરકાયદે ઘૂસણખોરીના મામલાઓને રોકે છે.

ચીનના વિદેશ મંત્રાલયનો આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય સેનાએ ચીની સેનાને જાણ કરી હતી કે એક છોકરો રસ્તો ભટકી ગયો છે અને તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાને તારોમના ગુમ થવાની માહિતી મળતા જ પીએલએનો તરત જ હોટલાઈન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ, સત્તાવાર સંપર્ક દ્વારા, ચીન પાસે છોકરાને શોધી કાઢવા અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ તેને સુરક્ષિત રીતે પરત કરવા માંગ કરી છે. તેજપુર ખાતેના સંરક્ષણ કાર્યાલયે ગુરુવારે આ માહિતી આપી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.