અરૂણાચલ પ્રદેશમાં ૪.૬ તીવ્રતાનો ભૂકપનો આંચકો
ઇટાનગર: દેશમાં એક તરફ કોરોનાનાં કારણે લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ દેશનાં અલગ-અલગ વિસ્તારમાંથી ભૂકંપનાં આંચકા આવ્યા હોવાના સમાચારથી જનતામાં પરેશાની વધી ગઇ છે.
અરૂણાચલ પ્રદેશના તવાંગમાં રાત્રે ૧૦ઃ ૧૪ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધાઇ હતી. ભૂકંપનાં કારણે હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી. આ પહેલા રવિવારે દિલ્હીમાં બપોરે હળવો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા ૨.૧ નોંધાઇ હતી.
એનસીએસએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર ૭ કિ.મી.ની ઉંડાઈમાં પંજાબી બાગ વિસ્તારમાં હતું. રાત્રે ૧૨ઃ૦૨ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જાે કે અહી પણ જાન-માલને કોઈ નુકસાન થયું નથી. છેલ્લા ત્રણથી ચાર દિવસોમાં પૂર્વોત્તર વિસ્તારમાં આ છઠ્ઠો ભૂકંપ હતો. આ પહેલા ૧૯ જૂનની મોડી રાત્રે આસામમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે દેશમાં પાંચમો ભૂકંપ હતો. જાેકે, ભૂકંપને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ શનિવારે મોડી રાત્રે ૭.૦૭ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સોનીતપુરનાં જિલ્લા મથક તેજપુર નજીક ૩૦ કિ.મી.ની ઉંડાઈ પર હતું. શુક્રવારે (૧૮ જૂન) રાજ્યમાં વધુ બે ભૂકંપ આવ્યા, જેમાંથી એક ૪.૧ ની તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર પણ સોનીતપુર જિલ્લામાં હતું. આસામ સિવાય, શુક્રવારે મણિપુરનાં ચંદેલ જિલ્લામાં ૩.૦ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ૨.૬ ની તીવ્રતાનો એક અન્ય ભૂકંપ પણ આવ્યો,
જેનુ કેન્દ્ર મેઘાલયનાં પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લામાં હતુ. કોઈ પણ ભૂકંપમાં જાન-માલનાં નુકસાનનાં કોઈ સમાચાર નથી. પૂર્વોતર વિસ્તારમાં ભૂકંપની સંવેદનશીલતા છે. આસમમાં ૨૮ એપ્રિલે ૬.૪ ની તીવ્રતાનાં ભુકંપનાં આંચકા અનુભવાયા હતા.