Western Times News

Gujarati News

અરૂણ જેટલી જીવિત હોત તો બચી જાત ભાજપ-જેડીયૂની સરકાર?

ગત ૯ વર્ષોમાં પરિસ્થિતિઓ ખૂબ બદલાઇ ગઇ

નવી દિલ્હી,બિહારમાં જેડીયૂ અને ભાજપમાં બીજી વાર છુટાછેડા બાદ નીતીશ કુમાર એકવાર ફરી આરજેડી, કોંગ્રેસની સાથે સરકાર બનવા જઇ રહી છે. એવામાં રાજકીય વર્તુળમાં એક વાતની ચર્ચા છે કે શું અરૂણ જેટલી જીવિત હોત અને સુશીલ મોદી નેપથ્યમાં નહી હોત તો જેડીયૂ, ભાજપની વચ્ચે આટલી સ્થિતિ બગડતી નહી.

આમ તો તેના વિરોધામાં એક તર્ક પણ આપવામાં આવે છે કે વર્ષ ૨૦૧૩ માં અરૂણ જેટલી પણ જીવિત હતા અને સુશીલ મોદી ઉપમુખ્યમંત્રીની ભૂમિકામાં હતા તેમછતાં પણ નીતીશે ૧૭ વર્ષ જૂનો સંબંધ તોડી દીધો હતો. પરંતુ એ ન ભૂલવું જાેઇએ કે રાજકીય પરિસ્થિતિનો સામેક્ષિત મહત્વ તુલનાત્મક રૂપથી ખૂબ વધુ હોય છે. તે સમયે નીતીશને ભાજપ તરફથી લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને આગળ વધારવું ગમ્યું નહી.

ત્યારથી ગત ૯ વર્ષોમાં પરિસ્થિતિઓ ખૂબ બદલાઇ ગઇ છે અને નીતીશ પણ મોદી વિરોધીનો રાગ ૨૦૧૭ માં જ છોડી ચૂક્યા છે. જ્યારે તેમણે આરજેડીનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે બિહારમં સરકર બનાવી હતી. ભાજપ અને જેડીયૂમાં પરિસ્થિતિઓ વર્ષ ૨૦૨૦ ના બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બગડવાની શરૂ થઇ ગઇ છે. બરાબર-બરાબર સીટ પર ચૂંટણી લડ્યા બાદ પણ ભાજપને ૭૪ અને જેડીયૂને ફક્ત ૪૩ સીટો પર સફળતા મળી.

જે ચિરાગ મોડલની ચર્ચા લલન સિંહે ગત અઠવાડિયે ખુલીને કરી, હકિકતમાં તેની ચર્ચા જેડીયૂના નેતા પરિણામ આવ્યા બાદથી જ કરવા લાગ્યા હતા, પરંતુ નીતીશને ભાજપ તરફથી મુખ્યમંત્રી સ્વિકાર કર્યા બાદ આ મુદ્દો ગૌણ હતો. જાેકે સુશીલ મોદીને ઉપમુખ્યમંત્રી ન બનાવીને ભાજપને આ સ્ક્રિપ્ટ લખી દીધી હતી કે બિહાર સરકારમાં તે નીતીશને ફ્રી હેન્ડ આપવાના મૂડમાં નથી.

એક સહયોગીના રૂપમાં સુશીલ મોદીને લઇને નીતીશ કુમાર જેટલા સહજ રહ્યા છે. એટલા ભાજપના કોઇ નેતા સાથે રહ્યા નથી. બિહાર ભાજપમાં સુશીલ મોદીના વિરોધી ગણવામાં આવતા એક પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું ભાજપ- જેડીયૂ ગઠબંધન ખતમ કરવાના પક્ષમાં રહ્યો છું, પરંતુ આ સ્વિકાર કરવામાં મને કોઇ વાંધો નથી કે સુશીલ મોદી સરકારમાં હોત તો આ સ્થિતિ ન આવત.

તેમણે કહ્યું કે આ સરકારનો પાયો તે સમયે નબ્ળો પડી ગયો હતો, જ્યારે સુશીલ મોદી સરકારનો ભાગ ન બનાવવવામાં આવ્યા ન હતા. રાજકીય કૌશલમાં માહિર રહેલા અરૂણ જેટલી વિશે કહેવામાં આવે છે કે તે દિલ્હીમાં નીતીશ માટે સહારો હતા. વર્ષ ૨૦૦૫ ના નવેમ્બર વિધાનસભા ચૂંટણી પહેલાં અરૂણ જેટલી જ હતા, જેમણે નીતીશ કુમારને એનડીએ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે જાેરદાર પેરવી કરી હતી.

તેના લીધે જેડીયૂના તત્કાલિન નેતા જાેર્જ ફર્નાંડિસ નારાજ પણ થઇ ગયા હતા, તો તેમની નારાજગી પણ જેટલી સાથે દૂર કરી હતી કે આરજેડીને દૂર કરવા માટે નીતીશ એનડીએ તરફથી સૌથી એક સારો ચહેરો છે. નવેમ્બર ૨૦૦૫ ની ચૂંટણીમાં પરિણામમાં જેટલીનો આ દાવ એકદમ સટીક બેસી ગયો અને ભાજપ-જેડીયૂની પૂર્ણ બહુમતની સરકાર બની. ત્યારબાદથી જ અરૂણ જેટલીના દેહાંત સુધી નીતીશે તેમને ગુરૂની માફક સન્માન આપ્યું. તેનો પુરાવો એ પણ છે કે અરૂણ જેટલીના દેહાંત બાદ બિહાર સરકારે બે દિવસ સુધી રાજકીય શોકની જાહેરાત કરી હતી.

નીતીશ કુમાર, જેટલીની વાતને કેટલું માન આપે છે તેનું વધુ એક ઉદાહરણ છે. અરૂણ જેટલીના એક નજીકના સહાયકને જ્યારે તેમની પાસે મોકલવામાં આવ્યા તો તેમણે આ વ્યક્તિને રાજકીય સંજીવની આપી અને આજે તે નીતીશના અંગતના મંત્રીઓમાં%થી છે. ૨૦૧૭ માં જ્યારે નીતીશ પાછા ભાજપમાં સાથે આવ્યા આવ્યા હતા, તો તેમાં પણ અરૂણ જેટલીએ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કડવાશ દૂર ૨૦૧૩ માં નીતીશની એનડીએ સાથે વિદાય બાદ પણ જેટલી અને નીતીશ વચ્ચે હંમેશા મધુર સંબંધ રહ્યા. બિહારના મુખ્યમંત્રી દિલ્હી જતા તો મોટાભાગે નાણામંત્રી અરૂણ જેટલીના ઘરે ડિનર કરતા હતા. ૨૨ જુલાઇ ૨૦૧૭ ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની વિદાય ડિનરમાં જ જેટલીએ નીતીશ કુમરને એનડીએ સાથે પરત લાવવાની પટકથા શરૂ કરી હતી.

નીતીશને આ વિશે બ્રીફ કરવામાં આવ્યું હતું કે આરજેડી તેમની સરકારને તોડી પાડવાના પ્રયત્નમાં છે. આ ડિનરમાં ભાજપ નેતૃત્વ તરફથી નીતીશને ભરોસો અપાવ્યો હતો કે તે મહાગઠબંધનમાંથી બહાર આવે છે તો ભાજપ તેમને સમર્થન આપશે. ત્યારબાદ ૨૬ જુલાઇના રોજ અમિત શાહે સુશીલ મોદીને જ ફોન કરીને નીતીશના સમર્થનમાં ભાજપ ધારાસભ્યોને પહોંચવા માટે કહ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.