અરે ભાઇ !! કયાં ચાલ્યા જાવ છો.. ઉભા રહો વ્હીલચેરથી આપને મુકી આવુ…
બસમાં બેસીને રેલ્વે સ્ટેશન આવી પહોંચતા જ્યારે દિવ્યાંગ મુકેશભાઇ ચાલતા ચાલતા ટ્રેન તરફ જતા હતા એવામાં રેલ્વેના એક સ્ટાફમિત્રએ તેમને બુમ પાડી “અરે ભાઇ… ઉભા રહો.. કેમ તકલીફ વેઠીને ચાલતા ચાલતા જાવ છો.. ઉભા રહો હું વ્હીલચેરમાં બેસાડીને તમને ટ્રેનમાં સીટ પર બેસાડી આવુ.
રેલ્વે સ્ટાફમિત્ર જ્યારે વ્હીલચેરમાં બેસાડીને મુકેશભાઇને ટ્રેનની સીટ પર બેસાડવા લઇ જઇ રહ્યા હતા ત્યારે જાણવા મળ્યુ કે મુકેશભાઇ રાઠોડ છેલ્લા ઘણા સમયથી પોતાના વતન પરત ફરવા માટે ઝંખના સેવી રહ્યા હતા. રેલ્વે મારફતે વતન વાપસી કરવા ઓનલાઇન અરજી કર્યા પછી જ્યારે સામેથી જવાબ આવ્યો ત્યારે ખુશીનો પાર ન રહ્યો. બસમાં બેસાડીને રેલ્વે સ્ટેશન સુધી લાવતાં સરકાર દ્વારા ખુબ જ સારી રીતે સારસંભાળ રાખવામાં આવી તેમજ સરકારી તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને રેલ્વે સ્ટેશન સુધી લાવવામાં આવ્યુ.
મુકેશભાઇ રાઠોડ ઉમેરે છે કે હું નારોલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું અને લોકડાઉનમાં કામગીરી ઠપ થવાના કારણે વતન પરત ફરી રહ્યો છું . વતન વાપસી માટે સરકાર દ્વારાખાવા પીવાથી લઇને તમામ વ્યવસ્થાપન ખુબ જ શ્રેષ્ઠ રહ્યુ છે. તેમજ દિવ્યાંગતા હોવાના કારણે મને વ્હીલચેરની સુવિધા કરી આપીને સીટ સુધી બેસાડવામાં આવ્યા છે. લોકડાઉન પુરૂ થતા જ હું ફરીથી મારી કર્મભૂમિ અમદાવામાં ફરત ફરીશ.