અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોવિડ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ
વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે નેશનલ લેવલ ઓનલાઈન કવિઝનું આયોજન કરાયું છે. આ ઓનલાઈન અવેરનેસ પ્રોગ્રામમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ ભાગ લઈ રહ્યા છે.
શાળાના આચાર્યાશ્રી રજીતા તુમ્મા એ કહ્યું કે, ” શાળાના તમામ બાળકો, માતા-પિતા અને નાગરિકો કોરોના વાયરસ અંગે સંપૂર્ણ માહિતી મેળવે તેમજ વર્તમાન સમયમાં પોતાનું અને પરિવારનું કાળજી રાખે તે માટે આ ઓનલાઈન કવિઝનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવેરનેસ પ્રોગ્રામમાં દેશના 10 રાજ્યો , 2 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અન્ય 4 દેશોમાંથી લોકોએ ભાગ લીધું છે. આ કવિઝ હજી 31 મે સુધી ચાલશે.”
આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનારા દરેકને પરિણામ અને ઈ-પ્રમાણપત્રો તરત જ ઑનલાઇન આપી દેવામાં આવે છે. શાળાના પ્રમુખશ્રી ધીરુભાઈ પરડવા અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી હસુબેન પરડવા એ શાળા પરિવારને આ કવિઝના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.