Western Times News

Gujarati News

અર્જુન અને મલાઈકા કરીનાને ધરે મળવા પહોંચ્યા ત્યારે ફોટોગ્રાફર્સ સામે નારાજ થયા

મુંબઇ: અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે તેમની મિત્ર અને હાલમાં જ બીજા બાળકને જન્મ આપનાર કરીના કપૂરના ઘરે પહોંચ્યા હતા. કરીના અને સૈફ ૨૧ ફેબ્રુઆરીએ ફરી એકવાર માતાપિતા બન્યા છે અને તેમના ત્યાં બીજા દિકરાનો જન્મ થયો છે. જેથી કરીના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોતાના ઘરે પહોંચી ગઈ છે અને એ પછી અર્જુન કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા સતત કરીનાના સંપર્કમાં છે. પરંતુ રવિવારે જ્યારે અર્જુન મલાઈકા સાથે કરીનાના ઘરે પહોંચ્યો ત્યારે બિલ્ડિંગના ગેટ પર મીડિયાના કેમેરાને જાેઈ ભડકી ગયો.

હકીકતમાં અર્જુન કપૂર અને મલાઇકા કારમાંથી બહાર આવ્યા કે તરત મીડિયા તેમની તસવીરો ક્લિક કરવા લાગ્યા. સાથે જ કેટલાક પાપારાઝી અચાનક બિલ્ડિંગની દિવાલ પર ચડવા લાગ્યા અને આ વાત અર્જુનને ગમી નહીં. આ જાેઈને અર્જુને પાપારાઝીને કહ્યું, થોડી તો તમીઝ રાખો, તે તમને વિનંતી કરી રહ્યો છે, તો તેને સાંભળો. આ ખોટું છે, દિવાલ પર ચડો નહીં. ‘આ પછી પણ જ્યારે કોઈ વાત ન બની તો અર્જુન દરવાજા પાસે આવ્યો અને કેમેરામેનને કહ્યું,’ અહીં આવો .. અહીં આવો .. ઓ લાલ શર્ટવાળા, કેમ ભાગી રહ્યા છો.

તમને જણાવી દઈએ કે, મલાઇકા અરોરા અહીં બ્લેક-વ્હાઇટ પટ્ટાવાળી ડ્રેસમાં જાેવા મળી હતી. વીડિયોમાં સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે કે અર્જુન આ બધાંથી ભડકી ગયો…તેને જરાય ગમ્યું નહીં કે ફોટોઝ લેવા માટે પાપારાઝી બિલ્ડિંગ પર ચડી ગયા. આ દરમિયાન મલાઈકા ચુપચાપ અંદર જતી રહે છે. જાેકે એ પછી અર્જુનનો બીજાે વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહેતા જાેવા મળે છે કે ‘મારો પણ ઈમોશન થોડો વધી ગયો પણ તમે લોકો ધ્યાન રાખો. અર્જુનનો આ વીડિયો પાપારાઝી વીરેન્દ્ર ચાવલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.