અર્જુન એવોર્ડ માટે આ બે ગુજ્જુ ક્રિકેટરોના નામ ફાઈનલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર રવીંદ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને આ વર્ષે અર્જુન પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલીટોને પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિંદ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પુનમ યાદવના નામો શામેલ છે.
ત્યાં જ પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશનો સર્વોચ્ચ રમત સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. રમતમાં જબરદસ્ત પ્રદર્શન કરનારને સમ્માન સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. આ માટે અલગ અલગ રમત બોર્ડ ખેલાડીઓના નામે રમત મંત્રાલયને મોકલે છે. જે ખેલાડીઓના નામોની ભલામણ થાય છે મોટા ભાગે તેમાંથી જ કોઈને એવોર્ડ મળે છે. આ એવોર્ડ 1961થી શરૂ થયો હતો અને નિશાનો લગાવતા અર્જુનની મુર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે.
રવીન્દ્ર જાડેજાએ હાલમાં જ શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં પોતાની જાતને સાબીત કરી છે. રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વન ડે અને 42 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.