અર્જુન કપૂરે અત્યંત મોંઘી લક્ઝરી SUV કાર ખરીદી
મુંબઈ, બોલિવૂડના ઘણાં એવા સેલેબ્સ છે જે મોંઘી ગાડીઓ ચલાવવાનો શોખ રાખતા હોય છે. તેમની પાસે દુનિયાની એક થી વધીને એક લક્ઝરી કાર્સ હોય છે. આ લિસ્ટમાં અભિનેતા અર્જુન કપૂરનું નામ પણ શામેલ થઈ ગયું છે. અર્જુન કપૂર પાછલા ઘણાં સમયથી મલાઈકા અરોરા સાથેના અફેરને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ અત્યારે તેની નવી કારની ચર્ચા થઈ રહી છે.
અર્જુન કપૂરે તાજેતરમાં જે કાર ખરીદી છે તેની કિંમત કરોડોમાં છે. આ લક્ઝરી કારમાં તમામ આધુનિક ફીચર્સ છે. અર્જુન કપૂરની આ કારની કિંમત સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ શકે છે. આ લક્ઝરી એસયુવી કારની કિંમત ૨.૪૩ કરોડ રુપિયા દર્શાવવામાં આવી રહી છે. આ કારમાં તે તમામ આધુનિક સુવિધાઓ અને ફીચર્સ છે જે આ કિંમતની કારમાં મળવા જાેઈએ. કારની રોડ પ્રેઝન્સ શાનદાર છે અને આ કારનો રંગ બ્લ્યુ છે. અર્જુને પોતાની કારનો નંબર પણ ખાસ પસંદ કર્યો છે.
અર્જુનની કારની સાથે સાથે તેની કારના નંબરની પણ ચર્ચા થઈ રહી છે. તેણે કારનો નંબર ૦૨૯૧૧ રાખ્યો છે, જે તેના પિતા બોની કપૂરનો જન્મદિવસ એટલે કે ૨૯ ડિસેમ્બર છે અને બહેન અંશુલાનો જન્મદિવસ ૧૧ નવેમ્બરના રોજ છે. માટે અર્જુને કારના નંબરમાં ૨૯ અને ૧૧ બન્ને અંકોનો સમાવેશ કર્યો છે. આ પહેલી એવી મોંઘી કાર નથી જે અર્જુન કપૂરે ખરીદી હોય.
અર્જુન પાસે આ કાર સિવાય લેન્ડ રોવર, માસેરાતી લેવાંટે, ઓડી ક્યૂ૫ અને હોન્ડા સીઆરવી જેવી મોંઘી કાર્સ છે. અર્જુન કપૂર પહેલા આ મોંઘી એસયુવી રણવીર સિંહે ખરીદી હતી અને અર્જુનને પોતાની સાથે રાઈડ પર લઈ ગયો હતો. કદાચ ત્યારે જ અર્જુનને આ કાર પસંદ આવી ગઈ હશે અને તેણે કાર ખરીદવાનો ઈરાદો કરી લીધો હશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો અર્જુનની આગામી ફિલ્મ ભૂત પોલીસ ૧૦ સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન રીલિઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં અર્જુનની સાથે સૈફ અલી ખાન, જેક્લીન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ પણ જાેવા મળશે. આ સિવાય અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સ માટે પણ કામ કરી રહ્યો છે જેમાં તેની સાથે જાેન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. આ સિવાય ફિલ્મમાં વિલનના રોલમાં રિતેશ દેશમુખ જાેવા મળ્યો હતો.SSS