અર્જુન કપૂરે મલાઇકા સાથેનો ફોટો શેર કર્યો
મુંબઈ, બોલીવુડના જાણીતાં ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂરના પુત્ર અને એક્ટર અર્જુન કપૂર લાંબા સમયથી પોતાની ફિલ્મોથી વધુ મલાઇકા અરોડા સાથે પ્રેમસંબંધને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ બોલીવુડનું આ કપલ અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં જાેવા મળ્યું હતું અને આ દરમિયાન ફોટોગ્રાફર્સને પોઝ આપતાં પણ જાેવા મળ્યા હતા.
હવે અર્જુન કપૂરે દિવાળી પાર્ટી પછી મલાઇકા અરોડા સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દિવાળી પાર્ટી પછીના એક ફોટોમાં મલાઇકા અરોડા અને અર્જુન કપૂર એથનિક વેયરમાં જાેવા મળી રહ્યા છે. અર્જુન કપૂર આ ફોટોમાં મલાઇકા અરોડાને જાેઇને હંસતા જાેવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં અર્જુન કપૂર લખે છે કે, ‘જ્યારે એ મારા મજાક પર હંસે છે ત્યારે મને ખુશ કરી દે છે.
અર્જુન કપૂરના આ ફોટો પર ફેન્સ જ નહીં પરંતુ બોલીવુડની હસ્તીઓ પણ પ્રતિક્રિયા આપી રહી છે. અર્જુનના આ ફોટોને લાઇક કરતાં મહીપ કપૂર, ઇશા ગુપ્તા, તાહિરા કશ્યપ અને ભૂમિ પેડનેકરે કોમેન્ટ્સમાં ઇમોજી શેર કરી છે. અર્જુન કપૂર હાલમાં જ ફિલ્મ ભૂત પુલિસમાં જાેવા મળ્યો હતો, જેમાં એની સાથે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડિસ અને યામી ગૌતમ જાેવા મળી હતી.
અર્જુન કપૂરની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સ આવી રહી છે જેમાં એની સાથે જાેન અબ્રાહમ, દિશા પટની અને તારા સુતરિયા જાેવા મળશે. બીજી તરફ મલાઇકા અરોડા રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જાેવા મળી રહી છે.SSS