અર્જુન કપૂરે મલાઈકા અરોરાના વખાણ કર્યા
મુંબઈ: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવુડના તે કપલમાંથી એક છે, જેમના અફેરની ચર્ચા ખૂબ રહે છે. બંને ઘણીવાર એકબીજાની સાથે આઉટિંગ અથવા પાર્ટીમાં જાેવા મલે છે. આમ તો બંને પોતાના રિલેશનશિપ વિશે જાહેરમાં વાત કરતાં નથી, પરંતુ હાલમાં જ અર્જુન કપૂરે પોતાની લેડી લવ મલાઈકાની પ્રશંસા કરતાં ઘણું બધુ કહી દીધું છે.
અર્જુન કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મલાઈકાની કઈ વાત તેને સૌથી વધારે પસંદ છે. એક્ટરે જણાવ્યું કે, તેને મલાઈકાનું ગરિમાપૂર્ણ હોવું સારું લાગે છે. મલાઈકા વિશે આગળ વાત કરતાં તેણે કહ્યું કે, મલાઈકાએ માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં કામ કરવાનુ શરુ કરી દીધું હતું અને સન્માનપૂર્વક તે પોતાની લાઈફમાં આગળ વધી છે,
તે વાત તેને વધારે પસંદ છે. અર્જુન કપૂરે તેમ પણ કહ્યું કે, તેણે ક્યારેય પણ મલાઈકાને પોતાની આસપાસની વસ્તુઓને લઈને ફરિયાદ કરતાં અથવા તેના વિશે વાત કરતાં નથી જાેઈએ. તે કામને લઈને વાતો કરવામાં નહીં પરંતુ કામને ખતમ કરવામાં માને છે અને આ વાત તે રોજ તેની પાસેથી શીખે છે. મને પસંદ છે કે, મલાઈકા કેટલી સન્માનિત છે. મહિલા હોવા છતાં જીવનમાં જે રીતે પોતાનો રસ્તો બનાવ્યો, ૨૦ની ઉંમરમાં કામ શરુ કર્યું અને આજે પણ તે સ્વતંત્ર છે. તેની પોતાની અલગ પર્સનાલિટી છે. તેના વિચારોમાં ક્યારેય નેગેટિવિટી નથઈ જાેઈ.
તે ક્યારેય ગોળ-ગોળ ફેરવીને વાત નથી કરવી. તે ગર્વથી માથુ ઝૂકાવીને કામ કરવામાં માને છે, જેથી તે જીવનમાં ખુશ રહી શકે. મલાઈકા અરોરાની વાત કરીએ તો, તેણે ૧૯૯૮માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હહતા અને બંનેના ડિવોર્સ ૨૦૧૭માં થયા હતા. બંનેના ડિવોર્સ પાછળ મલાઈકા અને અર્જુન કપૂરની વચ્ચે વધેલી નિકટતા કારણભૂત હોવાનું કહેેવામાં આવી રહ્યું હતું. જાે કે, બંનેમાંથી કોઈએ ડિવોર્સ પાછળનું કારણ જણાવ્યું હતું. મલાઈકાને ૧૮ વર્ષનો દીકરો છે, જેનું નામ અરહાન છે. ડિવોર્સ બાદ મલાઈકા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં હોવાની અફવાને જાેર મળ્યું હતું. વચ્ચે તો બંને લગ્ન કરવાના છે તેવી પણ ચર્ચા હતી.