અર્જુન કપૂર તેમજ મલાઈકા ન્યૂયરને વેલકમ કરવા ગોવામાં
મુંબઈ: સેલિબ્રિટી કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યૂયરને વેલકમ કરવા માટે ગોવામાં છે. માત્ર અર્જુન મલાઈકા જ નહીં તેની બહેન અમૃતા અને તેનો પતિ પણ અહીં છે. અર્જુન કપૂરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એકમાં અર્જુન સાથે મલાઈકા અને અમૃતા જાેવા મળી રહ્યા છે.
આ સિવાય અર્જુને ગોવાના બીચ અને તેઓ જ્યાં રોકાયા છે તે હોટેલની ઝલક પણ બતાવી હતી. આ સિવાય મલાઈકા અરોરાએ પણ પોતાની બહેન સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં બંને બહેનો ચીલ કરતી જાેવા મળે છે. તસવીર શેર કરતાં મલાઈકાએ લખ્યું, સનશાઈન ડ્યૂઓ. ગયા વર્ષે અર્જુન મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાની રિલેશનશીપને મહોર મારી હતી.
ત્યારે હાલમાં જ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તે તેની સાથે રહેતી હતી. મલાઈકાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તે લોકડાઉન દરમિયાન કોની સાથે રહેવા ઈચ્છે છે? ત્યારે તેણે જવાબ આપ્યો, હું એક એવા એક્ટર સાથે ક્વોરન્ટીન થઈ હતી જે ખૂબ મનોરંજક છે. તેની સાથે એક ક્ષણ પણ ઝાંખી નથી લાગતી. તે હંમેશા મારી મજાક ઉડાવતો રહે છે અને હું તેની વાતો પર હસતી રહું છું. મારા માટે તે ખૂબ રમૂજી અને એન્ટરટેઈનિંગ છે.
તો આ પહેલા અર્જુન-મલાઈકાએ દિવાળી પણ સાથે સેલિબ્રેટ કરી હતી. અર્જુન કપૂર આગામી ફિલ્મ ભૂત પોલીસના શૂટિંગ માટે ધર્મશાળામાં હતો ત્યારે મલાઈકા પણ ત્યાં પહોંચી હતી. ધર્મશાળાના કુદરતી સૌંદર્યમાં ફરી રહેલા કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
મલાઈકાએ અર્જુન સાથેની એક તસવીર શેર કરીને લખ્યું હતું, “જ્યારે તું આસપાસ હોય છે ત્યારે એક ક્ષણ પણ નિરસ નથી લાગતી. થોડા સમય પહેલા અર્જુન અને મલાઈકાના લગ્નની ચર્ચા પણ જાેરશોરથી ચાલતી હતી. જાે કે, એક્ટ્રેસે સ્પષ્ટતા કરી હતી હાલમાં લગ્ન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.