અર્જુન કપૂર બાદ હવે ક્રિતિ સેનને મોંઘીદાટ ગાડી ખરીદી
મુંબઈ, બોલિવૂડ સ્ટાર્સની મોંઘીદાટ ગાડીઓ પણ ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડ સેલેબ્સમાં નવી મોંઘીદાટ ગાડી ખરીદવાનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. ગત દિવસો દરમિયાન અર્જુન કપૂરે તેના માટે કરોડો રૂપિયાની કિંમતની ગાડી ખરીદી હતી. ત્યારે હવે એક્ટ્રેસ ક્રિતિ સેનને તેના માટે નવી કાર Mercedes Maybach GLA ૬૦૦ ખરીદી છે.
એક્ટ્રેસ ક્રિતિ સેનન શુક્રવારે પોતાની નવી ગાડી સાથે દિનેશ વિજનની ઓફિસની બહાર સ્પોટ થઈ હતી. મળતી માહિતી મુજબ, ક્રિતિ સેનનની આ કારની કિંમત રૂપિયા ૨.૪૩ કરોડ આંકવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, એક્ટ્રેસ ક્રિતિ સેનને તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ મિમિની સફળતા બાદ પોતાને આ કાર ગિફ્ટ કરી છે. ક્રિતિ સેનને વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ક્રિતિ સેનન ‘રાબતા’, ‘બરેલી કી બરફી’, ‘લુકા છીપી’, ‘હાઉસફુલ ૪’, ‘પાણીપત’, ‘મિમિ’ જેવી ફિલ્મોમાં જાેવા મળી છે.
ક્રિતિ સેનનની આગામી ફિલ્મો ‘હમ દો હમારે દો’, ‘બચ્ચન પાંડે’, ‘ભેડિયા’, ‘આદિપુરુષ’ વગેરે છે. અહીં નોંધનીય છે કે અર્જુન કપૂરે તાજેતરમાં જે કાર ખરીદી છે તેની કિંમત કરોડોમાં છે. આ લક્ઝરી કારમાં તમામ આધુનિક ફીચર્સ છે. અર્જુને Maybach GLA ૬૦૦ એસયુવી કાર ખરીદી છે. અર્જુન કપૂરની આ કારની કિંમત સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ શકે છે.
આ લક્ઝરી એસયુવી કારની કિંમત ૨.૪૩ કરોડ રુપિયા દર્શાવવામાં આવી રહી છે. આ કારમાં તે તમામ આધુનિક સુવિધાઓ અને ફીચર્સ છે જે આ કિંમતની કારમાં મળવા જાેઈએ. કારની રોડ પ્રેઝન્સ શાનદાર છે અને આ કારનો રંગ બ્લ્યુ છે.SSS