અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું? આખરે મલાઈકાએ ખુલાસો કર્યાે
રોમેન્ટિક ડીનર અને ડેટ્સ બાબતે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યાં
મલાઇકા અરોરા અને અર્જુન કપુર વર્ષ ૨૦૧૮થી એકબીજા સાથે હતાં અને સોશિયલ મીડિયા પર પણ તેઓ હંમેશા પોતાના સંબંધ વિશે પારદર્શક રહ્યાં હતાં
મુંબઈ,મલાઇકા અરોરા અને અર્જુન કપુર વર્ષ ૨૦૧૮થી એકબીજા સાથે હતાં અને સોશિયલ મીડિયા પર પણ તેઓ હંમેશા પોતાના સંબંધ વિશે પારદર્શક રહ્યાં હતાં. તેમના રોમેન્ટિક ડીનર અને ડેટ્સ બાબતે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યાં છે અને તેમની રિલેશનશીપ યંગસ્ટર્સમાં કપલ ગોલ માટે જાણીતી હતી. મલાઇકા અને અર્જુને સહમતિથી પોતાના અલગ રસ્તા કરી લીધાં હોવાના રિપોટ્ર્સ ખૂબ ઝડપથી વાઈરલ થયા હતા. સામાન્ય રીતે પોતાના સંબંધો અંગે જાહેરમાં વાત કરવાનું આ કપલ ટાળે છે.
જો કે બ્રેકઅપની અટકળોએ વેગ પકડતાં મલાઈકાની ટીમે ખુલાસો કર્યાે હતો. મલાઈકાના મેનેજરે બ્રેકઅપના રિપોટ્ર્સને માત્ર અફવા ગણાવ્યા હતા. તેમણે મલાઈકા અને અર્જુન વચ્ચેના સંબંધો હજુ યથાવત હોવાનો દાવો કર્યાે હતો. અગાઉ રિપોટ્ર્સમાં કહેવાયું હતું કે,, “અર્જુન અને મલાઇકાનો સંબંધ બહુ અલગ અને ખાસ હતો, આગળ પણ બંનેના મનમાં એકબીજા માટે આ સ્થાન અકબંધ રહેશે. બંનેએ અલગ થવાનું નક્કી કર્યું છે પરંતુ આ બાબતે બંને સન્માનજનક મૌન જાળવવાનું પસંદ કરે છે.
તેઓ નથી ઇચ્છતા કે કોઈ પણ તેમના આ સંબંધમાં ખેંચતાણ કે વિખવાદ ઊભો કરે.” આગળ આ સૂત્રએ જણાવ્યું હતું કે, “તેમનો સંબંધ લાંબો, પ્રેમાળ અને મધુર હતો પરંતુ કમનસીબે આ સંબંધ હવે તેનો અંત થઈ રહ્યો છે. તેનો એવો મતલબ નથી કે તેમની વચ્ચે કોઈ કડવાશ છે. તે બંને એકબીજાનું સન્માન કરે છે અને એકબીજા માટે મજબૂત આધારસ્તંભ રહ્યાં છે. તેઓ અલગ થયાં પછી પણ એકબીજા માટે આ સન્માન જાળવી રાખશે. તેઓ બંને ઘણા લાંબા સમય સુધી એક ઊંડા અને અંગત સંબંધમાં બંધાયેલાં હતાં, તેથી તેઓ બંને ઇચ્છે છે કે લોકો તેમને આ ભાવુક સમયમાંથી ગરિમાપૂર્ણ રૂતે બહાર આવવાનો સમય આપે.”
મલાઇકા અને અર્જુને પોતાનો સંબંધ જાહેર કર્યાે તેના ઘણા વખત પહેલાંથી તેઓ બંને વચ્ચે સંબંધની અફવાઓ ચાલતી હતી. મલાઇકાના ૪૫મા જન્મદિવસે ૨૦૧૯માં તેમણે પોતાના સંબંધને જાહેર કર્યાે હતો. મલાઇકા પહેલાં અરબાઝ ખાન સાથે પરણેલી હતી. તેમનો બંનનો એક દિકરો પણ છે, અરહાન. તે મલાઈકા સાથે રહે છે. મલાઈકા અને અર્જુન વચ્ચે બ્રેકઅપની અટકળો અગાઉ પણ વહેતી થઈ હતી. જો કે તે સમયે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. રોમેન્ટિક ફોટોગ્રાફ્સ શેર કરીને તેમણે હજુ સાથે હોવાનો સંકેત આપ્યો હતો. વધુ એક વખત બ્રેકઅપની અટકળોએ વેગ પકડ્યો છે ત્યારે તેમણે ખુલાસો કર્યાે છે. મલાઈકા તરફથી પહેલી વાર ખુલાસો થયો હોવાના કારણે પણ આશ્ચર્ય ફેલાયું છે. ss1