Western Times News

Gujarati News

અર્જુન બિજલાનીની પત્નીનું અસલી નામ નેહા નથી

મુંબઇ, નેહા સ્વામી બિજલાની આ નામ ટીવીની દુનિયા માટે અજાણ્યું નથી. એક્ટર અર્જુન બિજલાનીની પત્ની નેહાનું સાચું નામ શિવાની છે. તમામ દસ્તાવેજાેમાં નેહાનું નામ શિવાની છે ત્યારે હવે તે પોતાના અસલી નામ તરફ પાછી વળવા માગે છે.

નેહા ઈચ્છે છે કે લોકો તેને હવે શિવાની સ્વામી બિજલાની દ્વારા ઓળખે. નેહાને પોતાના જૂના નામ તરફ પાછા જવાનો વિચાર કેમ આવ્યો તે અંગે તેણે હાલમાં જ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. નેહાને હવે એકાએક કેમ આ વિચાર આવ્યો તે અંગે જણાવ્યું, “નેહા મારું હુલામણું નામ છે અને મારા મોડલિંગના દિવસો દરમિયાન તેણે શિવાનીની જગ્યા લઈ લીધી.

આ નામ યાદ રાખવામાં સરળ હતું અને સમય જતાં લોકો મને નેહાના નામે જ ઓળખવા અને બોલાવવા લાગ્યા. મને આ વાત સામે વાંધો પણ નહોતો.

જાેકે, હવે હું ઈચ્છું છે કે, મારા લીગલ ડૉક્યુમેન્ટના નામ એટલે કે શિવાની દ્વારા લોકો મને ઓળખે. અર્જુન બિજલાની અને તેની પત્ની નેહા હાલ સેલિબ્રિટી કપલ શો “Smart Jodi” માં જાેવા મળે છે. એક એપિસોડમાં અર્જુન બિજલાનીએ પોતાના લગ્નનો મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો.

તેણે કહ્યું હતું, “લગ્ન ચાલતા હતા ત્યારે પંડિતજીએ મંગળસૂત્ર માગ્યું હતું. એ સમયે બધા એકબીજાના કાનમાં પૂછતા હતા કે મંગળસૂત્ર ક્યાં છે? નેહાનો પરિવાર લાવવાનું ભૂલી ગયો હતો.

ત્યારે પંડિતજીએ કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી લગ્ન વિધિ લંબાવવા માટે તેઓ સાત વચનોનું મહત્વ સમજાવશે. તેમણે શરૂ કર્યું અને તેઓ છઠ્ઠું વચન સમજાવતા હતા ત્યારે આખરે મંગળસૂત્ર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અર્જુન અને નેહાએ ૨૦ મે ૨૦૧૩ના રોજ લગ્ન કર્યા હતા. તેમનો ૬ વર્ષનો દીકરો છે જેનું નામ અયાન છે. ‘સ્માર્ટ જાેડી’ના પહેલા એપિસોડમાં અયાન પણ શોમાં આવ્યો હતો અને પોતાના મમ્મી-પપ્પાની ઓળખ કરાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.