અર્જુન મલાઈકાની કમાણી સાથે સરખામણી થતાં ભડક્યો
મુંબઈ: બોલિવુડ એક્ટર અર્જુન કપૂર ફિલ્મો કરતાં વધારે ચર્ચામાં મલાઈકા અરોરા સાથેની લવ લાઈફના કારણે રહે છે. અર્જુન અને મલાઈકાની રિલેશનશીપ દર થોડા દિવસે ચર્ચાનો વિષય બને છે. આમ તો અર્જુન-મલાઈકા પોતાના સંબંધ વિશે ટૂંકમાં જ વાત કરવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય એવા અહેવાલ પણ છપાય છે જે કદાચ તેમને પસંદ નથી આવતા. હાલમાં આવા જ એક મીડિયા રિપોર્ટ પર અર્જુન કપૂર ભડક્યો છે. આ અહેવાલમાં અર્જુન અને મલાઈકાની કમાણીની સરખામણી કરવામાં આવી છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું,
આ ખૂબ જ દુઃખદ અને શરમજનક છે કે, ૨૦૨૧માં પણ આવી હેડલાઈન બને છે. બેશક, તે સારું કમાય છે અને તેણે આટલા વર્ષો સુધી કામ કર્યું છે તેના કારણે અહીં સુધી પહોંચી છે. આની તુલના કોઈની સાથે ના થવી જાેઈએ, મારી સાથે પણ નહીં. થોડા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે મલાઈકા વિશે વાત કરતાં કહ્યું હતું જે પ્રકારે એક મહિલા તરીકે તેણે ૨૦ વર્ષની વયથી અત્યાર સુધીના જીવનમાં પોતાની કેડી કંડારી છે અને એક પર્સનાલિટી સાથે તે સ્વતંત્ર મહિલા બની છે.
મેં તેને ક્યારેય ફરિયાદ કરતી નથી જાેઈ. ક્યારેય નેગેટિવ થતી નથી જાેઈ. મેં ક્યારેય તેને અમુક બાબતો વિશે બીજાનો અભિપ્રાય બદલતી નથી જાેઈ. તે હંમેશા સન્માન સાથે પોતાનું કામ કરવાનું પસંદ કરે છે. હું રોજ તેની પાસેથી કંઈક નવું શીખું છું. જણાવી દઈએ કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા થોડા વર્ષોથી રિલેશનશીપમાં છે. અગાઉ તેઓ પોતાના સંબંધને નકારતા રહ્યા પરંતુ બાદમાં એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા અને મીડિયા સાથે પણ એકબીજા વિશે બોલતા થયા. અર્જુન અને મલાઈકા રિલેશનશીપમાં છે પરંતુ કપલે હજી લગ્ન ક્યારે કરશે તે વિશે કોઈ ર્નિણય કર્યો નથી.