અર્જુન મલાઈકાને જાેઈ ફેનની જેમ હરકત કરવા લાગ્યો હતો
અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઇકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરના અફેરની વાત સામે આવી હતી
મુંબઈ: અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં અફેરની ખબર સામે આવી હતી. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, આ કપલ ગત કેટલાંક વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યું છે. જ્યારે મલાઇકા બોલિવૂડનાં ખાન પરિવારનો ભાગ હતી ત્યારે અર્જુન કપૂરનાં પણ ત્યાં સલમાન ખાનથી સારા સંબંધ હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુને ક્યારેય સલમાનની બહેન અર્પિતાને ડેટ પણ કર્યું છે. જ્યારે મલાઇકા અને અ્જુન સાથે આવ્યાં છે.
ત્યારથી અર્જુન અને સલમાનનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. હવે મલાઇકાનો એક જુનો વીડિયો ચર્ચામાં છે. જેમાં અર્જુન કોઇ ફેનની જેમ વર્તન કરી રહ્યો છે. વીડિયોમાં અર્જુન ગજબનાં રિએક્શન આપતાં નજર આવી રહ્યાં છે. કપલનાં ફેન્સને તેનો આ વીડિયો ઘણો મજેદાર લાગી રહ્યો છે. એટલે, તે વીડિયો એક ઇવેન્ટનો છે જેમાં મલાઇકા પોઝ આપતી નજર આવે છે. વીડિયોમાં ફેન્સ અર્જુનને મલાઇકાની પાછળથી જતો જાેવે છે તે સમયે અર્જુન કોઇ મોટો સ્ટાર ન હતો
ન મલાઇકાની સાથે તેનું નામ જાેડાયાની કોઇ ખબર સામે આવી હતી. ત્યારે મલાઇકા અરબાઝની પત્ની હતી. વીડિયોમાં અર્જુન કોઇ ફેનની જેમ રિએક્શન આપતો નજર આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મલાઇકાએ વર્ષ ૨૦૧૭માં અરબાઝને ડિવોર્સ આપી દીધા હતાં. હાલમાં અરબાઝ મોડલ જાેર્જિયાને ડેટ કરે છે. અને મલાઇકા અર્જુન સાથે રિલેશનશિપમાં છે. ખુશ છે. જાેકે આ કપલ તેમની ઉંમરમાં ફરકને કારણે ટ્રોલ થતું રહે છે. અર્જુનથી મલાઇકા ૧૧ વર્ષ મોટી છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઇકાએ સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે એક મોટી ઉંમરનાં વ્યક્તિ તેનાંથી નાની ઉંમરની યુવતીની સાથે રિલેશનશિપમાં હોય છે તો લોકો તેની પ્રશંસા કરે છે. પણ જ્યારે એક મોટી ઉંમરની યુવતીને તેનાંથી નાની ઉંમરનાં યુવકને ડેટ કરે છે તો લોકો તેને ખોટી સમજવા લાગે છે. ‘