Western Times News

Gujarati News

અર્જૂન કપૂર સલમાનની બહેનનો Ex-બોયફ્રેન્ડ હતો

અર્જૂન અર્પિતાના પ્રેમમાં ગાંડો હતો-બોલિવૂડ એક્ટર અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

મુંબઈ,  રોજે રોજ મલાઈકા અને અર્જૂન કપુરનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર જાેવા મળે છે અને બંને બોલીવુડના પાવર કપલ તરીકે જાણીતા છે. અર્જૂન કપુર અને મલાઈકા બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો મલાઈકા પહેલાં પણ અર્જૂન કપુર એક છોકરી માટે ખૂબ ગંભીર હતો. અને અર્જૂન નાની ઉંમરે જ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો અને તેની સામે કોઈ અન્ય છોકરીને તે જાેતો પણ નહીં. જી હા, અમે વાત કરી રહ્યા છે સલમાન ખાનની લાડકી બહેન અર્પિતા ખાનની.

અર્જૂન કપુરે અર્પિતાને ૧૮ વર્ષનો હતો ત્યારે ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે અર્જૂન ૧૪૦ કિલોનો હતો. અર્જૂન અર્પિતાના પ્રેમમાં ગાંડો હતો. આ વાત સલમાન ખાન સુધી પહોંચી હતી અને સલમાનને પણ અર્જૂન ગમતો હતો. એક ઈન્ટરવ્યુંમાં અર્જૂને ખુલાસો કર્યો હતો કે, ‘મેને પ્યાર ક્યૂં કિયાની’ શૂંટિગ દરમ્યાન અર્જૂન અને અર્પિતા વચ્ચે પ્રેમ સંબંધ સ્થપાયો હતો.

તે સમયે અર્જૂન સલમાનથી ડરતો હતો એટલે તેણે ફટાફટ પોતાના પુરા પરિવારને આ રિલેશ્નશીપ વિશે જાણ કરી હતી. પહેલાં તો સલમાનને આઘાત લાગ્યો હતો પણ બાદમાં તેણે આ રિલેશ્નશીપને મંજૂરી આપી હતી. અર્જૂન નિખિલ અડવાણીની ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’માં આસ્સિટ કરતો હતો.

વર્ષ ૨૦૦૩માં અર્જૂનને લાગ્યું હતું કે, તેની લાઈફ એકદમ સેટલ છે તેની પાસે એક પ્રેમાડ ગર્લફ્રેન્ડ છે. પરંતુ આ રિલેશ્નશીપ ૨ વર્ષ જ ચાલ્યું. એક દિવસે અચાનક જ અર્પિતાએ અર્જૂનને બ્રેકઅપ માટે કિધું હતું અને તે સમય તેના માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. અર્જૂનને તે સમયે ખબર જ નહોતી પડી કે કેમ અચાનક અર્પિતાએ તેને ના પાડી દીધી.

સલમાન પણ આ વાતથી ચિંતિત હતો પણ તેણે તે સમયે અર્જૂનને સહારો આપ્યો હતો. બ્રેકઅપ બાદ સલમાન ખાને અર્જૂનને એક્ટિંગમાં હાથ અજમાવવા સલાહ આપી હતી. સલમાને અર્જૂનને વેઈ્‌ટ લોસ કરવામાં અને ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા માટે મદદ કરી હતી. અર્પિતા સાથેના બ્રેકઅર પછી અર્જૂને ખૂદમાં મોટો બદલાવ લાવ્યો અને બોલીવુડમાં જબરદસ્ત એન્ટ્રી લીધી. અર્જૂનની પહેલી ફિલ્મ જ હિટ રહી અને ત્યારબાદ, તેણે પોતાની પુર્વ ગર્લફ્રેન્ડની ભાભીને ડેટ કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.